SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૫ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા તે શબ્દને કહેવાય છે. શાસ્ત્ર. શાસ્ત્રને માથે મૂકી નાચવા જેવું છે. હિન્દુસ્તાનમાં પરંપરા છે. ભાગવત સપ્તાહ હોય ત્યારે તેના ચડાવા બોલાય છે, અને ચડાવામાં લાખો રૂપિયાનો ચડાવો બોલે. મોટા ઘરની પુત્રવધૂ લાખો રૂ. ના કિંમતી ઘરેણાં પહેરી ભરબજારમાં ભાગવતજીને માથે મૂકી નાચતી ઉઘાડે પગે ચાલે છે. આ ભાગવતજીનું બહુમાન છે. આ કોરા શબ્દ નથી પણ આ મોતીના દાણા છે. એ જીવને જગાડનારા છે, એ જાગૃતિ આપનાર છે. સદ્ગુરુ મળ્યા નથી, પણ મળ્યા પછી જે ઘટના ઘટશે તે અલૌકિક હશે. સશાસ્ત્ર પણ જેમને મળ્યાં છે તેમના જીવનમાં જે ઘટના ઘટે છે તે અભુત હોય છે. જ્યાં રાગ નથી, જ્યાં દ્વેષ નથી, જ્યાં મોહ નથી, જ્યાં અજ્ઞાન નથી, જ્યાં જ્ઞાન અફાટ થયું છે, જ્યાં વિરાટ જ્ઞાનનો દરિયો ઘૂઘવાટ કરે છે, એવા જ્ઞાનમાં વિશ્વનું સમસ્ત દર્શન જેમને થયું અને જેવું જાણ્યું, જોયું અને અનુભવ્યું તેવું કહ્યું, તેને કહેવાય છે. શાસ્ત્ર. દોઢસો વર્ષ પહેલાં થયેલાં પરમકૃપાળુ દેવને સોળ વર્ષની ઉંમરે રણકાર આવ્યો. તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો તેહ જેણે અનુભવ્યું. પરમકૃપાળુદેવ જગતના સંતોને પૂછે છે કે અમારે એ પરમતત્ત્વને મેળવવું છે. એ પરમપદને મેળવવું છે. એ પરમ અસ્તિત્વની ઝાંખી કરવી છે. એ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્મામાં અમારે ડૂબી જવું છે. એ આનંદના સાગરમાં અમારે નાહવું છે. પ્રભુ! અમે કોને પૂછીએ અને કોના શરણે જઈએ? કોના આધારે આ કામ કરીએ તે અમને કહો તો ખરા? અમને બાહેંધરી તો આપો કે જ્યાં ગયા પછી અમારી છેતરપીંડી ન થાય. સત્ય કેવળ એટલે નિર્ભેળ, અંદર કંઈ ભેળવેલ ન હોય. અત્યારે ચોખ્ખા ઘીમાં વેજીટેબલ ઘીની ભેળસેળ હોય છે. એક માણસ જીવનથી કંટાળ્યો. તેને એમ થયું કે મરી જવું છે. મેડીકલ સ્ટોરમાં જઈ ઝેર લઈ આવ્યો. દશ-વીશ સેકંડમાં જ મરી જવાય તેવું કાતિલ ઝેર ખરીદેલ. ઝેર પીધાં પછી એક મિનિટ થઈ, બીજી મિનિટ થઈ, પણ કંઈ થયું નહિ. તેને નવાઈ લાગી. આ શું થયું? ઝેરમાં પણ ભેળસેળ? એવો જમાનો આવ્યો છે કે માણસને મરવું હોય તો ઝેર ખાઈને મરવા માટે ચોખ્ખું ઝેર પણ નથી મળતું, તો ધર્મ ચોખ્ખો ક્યાંથી મળશે? “સત્ય કેવળ માનવું', કેવળ સત્ય ક્યાંય નિર્ભેળ મળતું નથી. પરમકૃપાળુ દેવે જ કહ્યું કે ચિંતા ન કરશો. “નિર્દોષ નરનું કથન માનો', આ મહાપુરુષની ખૂબી તો જુઓ. અમે કહી શકત કે ભગવાન મહાવીર પાસેથી મળશે, ભગવાન આદિનાથ પાસેથી મળશે, કુંદકુંદાચાર્યજી કે અમૃતચંદ્રાચાર્યજી પાસેથી મળશે, પણ તેમ ન કહેતાં, એમણે એમ કહ્યું કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy