________________
૧૬૬
પ્રવચન ક્રમાંક - ૧૫, ગાથા ક્રમાંક - ૧૩ એવો પુરુષ શોધી લ્યો કે જે નિર્દોષ હોય. નિર્દોષ એટલે દોષ વગરનો, દોષ રહિત એટલે રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન રહિત. સાથે એક વાત જોડી કે, “તેહ જેણે અનુભવ્યું, એવો અનુભવ જેણે કર્યો હોય.
મઝા તો અનુભવની છે. મોહનથાળ હાથમાં લઈ ચોપાટી ઉપર ફરો. મોહનથાળ. મોહનથાળ બોલવાથી મઝા ન આવે, પણ જેવી કટકી મોઢામાં મૂકી કે તરત જ મઝા પડે. તેમ આત્માનો અનુભવ થાય ત્યારે ખબર પડે, આત્માની વાત કરવી તે એક વાત છે અને અનુભવ કરવો તે બીજી વાત છે.
આત્મજ્ઞાન મગ્ન જો, સો સબ પુગલ ખેલ,
ઈન્દ્રજાળ કરી લેખવે, મલે નતિહાં મનમેળ. એવા આપ્ત પુરુષનું વચન તેને કહેવાય છે. શાસ્ત્ર. શાસ્ત્રને જ્યારે અડો ત્યારે તમે પરમાત્માને અડો છો તેવો અનુભવ કરજો. ઘણાં લોકો તો ઓશિકું ન હોય ત્યારે પુસ્તક માથા નીચે મૂકી સૂઈ જાય છે. એક ભાઈને મેં પૂછ્યું કે તમે આવું કેમ કરો છો? તો કહે બધું વાંચવું તેના કરતાં માથા નીચે પુસ્તક રાખી પ્રાર્થના કરું તો બધું જ્ઞાન મારા માથામાં આવે. આ જગતમાં નમૂના પણ જાતજાતના છે. કરોડોના ઝવેરાત કરતાં પણ શાસ્ત્ર કિંમતી છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીના શિષ્ય બાલચંદ્ર મહારાજે કહ્યું કે,
अर्हद्वक्त्रप्रसूतं, गणधररचितं, द्वादशाङ्गं विशालं, चित्रं बह्वर्थयुक्तं, मुनिगणवृषभैर्धारितं बुद्धिमद्भिः । मोक्षागद्वारभूतं, व्रतचरणफलं, ज्ञेयभावप्रदीपं,
भक्त्या नित्यं प्रपद्ये, श्रुतमहमखिलं सर्वलोकैकसारम् ॥ જ્ઞાની પુરુષોએ કહેલાં જે શાસ્ત્રો છે, એને હું નિત્ય નમસ્કાર કરું છું, વંદન કરું છું, ભક્તિપૂર્વક પ્રેમપૂર્વક બહુમાન કરું છું. આ સંસારમાં સારભૂત કંઈ હોય તો જ્ઞાની પુરુષનાં કહેલાં વચન છે. આવી શ્રદ્ધાને જ્ઞાની પુરુષોએ સમ્યગ્દર્શન કર્યું છે.
સમ્યગદર્શન આપવાની ચીજ નથી. સમ્યગદર્શન અંતરની અવસ્થા છે. અંતર ભૂદાઈ જાય છે. દર્શનમોહ અનંત કાળથી અડ્ડો જમાવી બેઠો છે, તે દર્શનમોહ બીસ્તરાં પોટલાં ઉઠાવીને ચાલ્યો જાય છે. વલ્લભભાઈને બ્રિટીશરોએ કહ્યું હતું કે અમે તો તમને સ્વતંત્રતા આપવા તૈયાર છીએ પણ તમે રાજ્ય કરી શકો એવું અમને લાગતું નથી. વલ્લભભાઈએ હાથ જોડી કહ્યું, “સાહેબ ! અમે રાજ્ય કરીએ કે ન કરીએ, કપાઈને મરીએ કે ગમે તે કરીએ, પણ તમે તમારા બિસ્તરાં પોટલા ઉપાડી ચાલવા મંડો, અમારું જે થવાનું હશે તે થશે.' એ મર્દ હતાં. આપણે દર્શનમોહને કહી શકીએ ખરાં કે “તારા બિસ્તરા પોટલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org