________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧ ૬૭ ઉઠાવ.” આવું કહેવાની આપણે હિંમત અને તાકાત કેળવવી જોઈએ.
સર્વ જગતમાં સારભૂત એવા આ શાસ્ત્રનો જન્મ અરિહંત પરમાત્માના મુખમાંથી થયો છે, અને ચાર જ્ઞાનના ધણી એવા ગણધરોએ એની ગૂંથણી કરી છે, રચના કરી છે. અને વિશાળ બાર અંગો પ્રગટ થયા છે. અનેક અર્થોથી એ ભરેલાં છે અને મુનિરૂપી વૃષભોએ એ ભાર ખેંચેલો છે. મુનિને વૃષભની ઉપમા આપી, (વૃષભ એટલે બળદ) અને બુદ્ધિમાન પુરુષોએ તેને ધારણ કરેલ છે. એ મોક્ષનું અગ્ર દ્વાર છે, અને વ્રત તથા ચારિત્ર તેનું ફળ છે. યભાવને પ્રગટ કરનારો પ્રદીપ છે. એવા સશાસ્ત્રોને અમારા વારંવાર નમસ્કાર હોજો.
સન્શાસ્ત્રોને અરીસાની ઉપમા આપી છે. પોતાનું મુખ જોવા માણસો અરીસાનોદર્પણનો ઉપયોગ કરે છે. બહેનોને બહાર જવું હોય ત્યારે દર્પણ સામે જુએ છે. ભાઈ બહાર હોર્ન વગાડ્યા કરે અને પાંચ મિનિટમાં આવું છું કહી, અડધો કલાક દર્પણ છોડે જ નહીં ને? એ પાંચ મિનિટ પૂરી થાય જ નહિ. જ્ઞાની પુરુષો કહે છે કે, “ઈસ તન ધનની કૌન બડાઈ, દેખત નયનો મેં મિટ્ટી મિલાઈ.” શેની બડાઈ છે એમાં? દર્પણમાં આપણે આપણા મુખને જોવા જઈએ છીએ-આકૃતિને જોઈએ છીએ, પછી દર્પણ કહે બરાબર છે. તમે નક્કી નથી કરતાં પણ તમારું બરાબરપણું દર્પણ નક્કી કરી આપે છે, તેમ આપણી જાતને અંદરથી જોવી હોય તો અમારે કોની સામે જોયું? તો કહ્યું કે, “આગમરૂપી અરીસામાં જોવું.” અંદર ક્રોધ છે, અહંકાર છે. માયા છે, લોભ છે, કામવાસના અને ઈર્ષા છે, દ્વેષ અને અજ્ઞાન છે, તે કેટલાં છે અને એ ડાઘાં કેટલાં ઓછા થયાં? વીરવિજયજી મહારાજે ગાયું કે “તુજ આગમ અરીસો જોવતાં રે લોલ.” સંતો તો સંસ્કૃતમાં પણ બોલ્યાં, માગધીમાં પણ બોલ્યાં, ગુજરાતી અને હિંદીમાં પણ બોલ્યા. પણ આપણે ન જાગ્યાં તે ન જ જાગ્યાં. આપણા ઉપર કેટલી કૃપા તેઓએ કરી છે ! પ્રભુ ! તમારો આગમરૂપી અરીસો, શાસ્ત્રોરૂપી અરીસો જોતાં અમને લાગે છે કે અમે અસલમાં તમારા જેવા છીએ પણ અમારા ઉપર ઘણા ડાઘા પડ્યાં છે. કામનો ડાઘ, ક્રોધનો ડાઘ, અહંકારનો ડાઘ, ઈર્ષા, અજ્ઞાન અને મિથ્યાત્વનો ડાઘ, કષાય ને પ્રમાદનાં ડાઘ, અમારા આત્મા ઉપર આવા અનેક ડાઘા છે. અમને દેખાતાં ન હતાં, પણ તમારા આગમરૂપી અરીસામાં અમે જોયું ત્યારે દેખાણા. શાસ્ત્રો આ કામ કરે છે.
આપણે આપણી જાતને ગમે તે માનીએ પણ વાસ્તવિક્તા શું છે? તે જોવું જોઈએ. જબલપુરમાં ગાંડાઓની હોસ્પિટલ છે. તેમાં ૨૫ વર્ષનો જુવાન છોકરો દેખાવમાં સુંદર, કડકડાટ ઈગ્લીશમાં વાત કરે. એક વખત જવાહરલાલજી ત્યાં મુલાકાતે આવ્યાં. તેમણે ફરતાં ફરતાં આ યુવાનને જોયો. યુવાને જવાહરલાલજી સાથે ઈંગ્લીશમાં વાત કરી. જવાહરલાલજીને આશ્ચર્ય થયું અને મુખ્ય સંચાલક સાથે વાત કરી કે આ યુવાન આટલું
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org