SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૩૮૯ ધ્યાન થાય. મંદ કષાય હોય ત્યાં અનુષ્ઠાન-શુભની સાધના થાય. પરંતુ એમ કહેવું છે કે મંદ કષાય વખતે થતી શુભ સાધનામાં અટકવું નથી, પણ કૂદકો મારવો છે શુદ્ધ અવસ્થામાં. આ શુદ્ધ અવસ્થામાં તીવ્ર કષાય પણ જાય, મંદ કષાય પણ જાય અને અકષાય અવસ્થા પ્રાપ્ત થાય, તે ધ્રુવનો તારો. તે આપણું લક્ષ છે. તીવ્ર કષાયના ઉદયમાં અશુદ્ધ પ્રવૃત્તિ અને અશુભ વિચાર થાય, તો પહેલાં શું કરવું પડે? કષાય મંદ કરવા પડે, જેમ ગરમાગરમ ખીચડી ન ખવાય, પહેલાં તેને ઠારવી પડે, નહિ તો જીભ દાઝે અને ફોલ્લા પણ પડે, તેમ કષાય જ્યાં સુધી શમતાં નથી, શાંત થતાં નથી ત્યાં સુધી શુભ પ્રવૃત્તિ, શાંત વિચાર અને શુભ કર્મ નહીં થાય. પરમકૃપાળુદેવે કહ્યું, પહેલાં કષાયો ઉપશાંત કરવાં પડે.' ઉપશાંત શબ્દનો અર્થ-તે પાતળાં પડવાં જોઈએ, તે મોળાં પડવાં જોઈએ. જેમ પ્લાસ્ટર તોડવું હોય તો પહેલાં હથોડો લઈને ખોખરું કરવું પડે, પછી પ્લાસ્ટર તૂટે, તેમ આ કષાયોને ખોખરા કરે એટલે પાતળાં પાડે, તેનું જોર ઓછું થાય. આજે તો આપણા કષાયોની તાકાત જોરદાર છે. આપણી તાકાત નથી. ક્રોધ જીતે છે અને ક્ષમા હારે છે. પર્યુષણમાં તમે ક્ષમાપના કરી, ધન્યવાદ. સારું કર્યું પણ ક્ષમાપનાનો અર્થ એ છે કે હવે પછી તમને કોઈના પ્રત્યે વિરોધ, વૈમનસ્ય, અણગમો કે નાકનું ટેરવું ચડે તેવું રહ્યું નથી, તો સમજવું કે કષાય શાંત થયા છે, પાતળાં પડ્યાં છે. કષાયો છે તો ખરા પણ જોર નથી. જેમ સાપનાં મોઢામાંથી ઝેરની દાઢ કાઢી લીધી હોય તો સાપનો ફૂંફાડો રહેશે પણ ઝેર નહિ. તેમ કષાયનું જોર હવે તેના ઉપર ચાલતું નથી. એવી પૂર્વભૂમિકા તેણે પ્રાપ્ત કરી લીધી છે. અત્યારે આટલી વાત થઈ, આ ચાર અવસ્થાઓનું વર્ણન શાસ્ત્રોને વિગતવાર કરવું છે. ફરી મળીશું ત્યારે આગળનો ક્રમ ચાલુ થશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy