SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ VIII માટે નોંધ્યું છે : “શ્રીમદ્ આ કાળના ઉત્તમોત્તમ ભારતીય પુરુષ છે તથા તેમની તોલે આવે એવો એક પણ આત્મજ્ઞાની પુરુષ મારા જોવામાં આવ્યો નથી.” જગતવંદ્ય વિભૂતિ ગાંધીજી પણ જેમને વંદ્ય ગણે તેવા શ્રીમદ્ દ્વારા “આત્મસિદ્ધિનું અવતરણ આ અવની પરની અદ્ભુત, અલૌકિક અને અસાધારણ ઘટના છે. - જ્ઞાન, ભક્તિ અને ધ્યાનમય યોગશક્તિના પ્રાબલ્ય વડે પ.પૂ. ગુરુજીના સ્વસંવેદન અને સ્વાનુભૂતિના સામર્થ્યથી આ આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપરના પ્રવચનો તત્ત્વજ્ઞાનમય અંત:પ્રેરણાના અમૃતમય ઉદ્ગાર, આત્માની અનંત શક્તિઓ અને શાશ્વત સંપત્તિની પ્રતીતિ કરાવી, પરમાર્થ માર્ગે પરમાનંદને પામવા આત્મ જિજ્ઞાસુઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરા પાડે છે. મુમુક્ષુ જીવોના આત્મકલ્યાણ અર્થેના આ મૂલ્યવાન ગ્રંથ રત્નના પ્રકાશનનો સર્વ શ્રેય આત્માર્થી જીવ શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતા, મુંબઈ, પૂજ્ય સાધ્વી મહારાજ સાહેબો સર્વ શ્રી પૂ. સાધ્વી પ્રિયદર્શનાશ્રીજી મહારાજ, પૂ. સાધ્વી ગુણધર્માશ્રીજી મહારાજ, પૂ. સાધ્વી દિવ્યદર્શિતાજી મહારાજ અને શ્રી નિરંજનભાઈ મહેતાને જાય છે. ભારે જહેમત ઉઠાવી શ્રીમતી ભારતીબેને પ.પૂ. ગુરુજીના પ્રવચનો ઉપરથી રાત-દિવસ મહેનત કરી સંકલન કર્યું અને બધાં સાધ્વી મહારાજ સાહેબોએ નાદુરસ્ત તબિયત હોવા છતાં અથાક મહેનત કરી આ આ સંકલનમાં જરૂરી સુધારા વધારા તથા પ્રેસ નકલમાં ભૂલ સુધાર વગેરે દ્વારા સંકલનમાં પ્રેરણાદાયી માર્ગદર્શન અને મદદ પૂરાં પાડેલ છે. દુઃખોમાંથી સંપૂર્ણ મુક્ત બનવા અને નિજસ્વરૂપની સ્થિરતામાં પરમાનંદનો પરમ સ્પર્શ પામવા સદ્ગુરુ સમાન આ સશાસ્ત્રના પ્રકાશન માટે અમે આ સર્વેનો ઋણ સ્વીકાર સહ અંતઃકરણપૂર્વક સહર્ષ આભાર માનીએ છીએ. શ્રીમતી ભારતીબેન નિરંજનભાઈ મહેતાએ પ.પૂ. ગુરુજીના પ્રવચનોમાંથી સંકલિત કરી દરેક ગાથાના શબ્દને વિગતવાર સમજાવેલ છે, જેને આ પુસ્તકના અંતે પરિશિષ્ટમાં શબ્દાર્થ” હેઠળ પ્રકાશિત કરેલ છે. ગાથાને સ્પષ્ટતાથી સમજવા માટે અધ્યયન કર્તાને એ અત્યંત ઉપયોગી પૂરવાર થશે, એવી આશા રાખીએ છીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy