________________
૧૧૮
પ્રવચન ક્રમાંક - ૧૧, ગાથા ક્રમાંક - ૧૦ જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ તો થયો છે પણ દર્શન મોહનીય કર્મનો ઉપશમ એકવાર પણ થયો નથી. શાસ્ત્રોનું કહેવું છે કે દર્શનમોહનીય કર્મનો ઉપશમ એક વખત થયા પછી મોક્ષના દરવાજે જવાની ઘટના ચાલુ થઈ જાય. જીવને પ્રથમ ઉપશમ સમકિત થાય છે. ઉપશમ સમકિતનો કાળ અંતર્મુહૂર્તનો હોય છે, પછી જીવ જાગ્રત હોય અને મિથ્યાત્વનો કે મિશ્ર મોહનીય કર્મનો ઉદય ન થાય તો તેને ક્ષયોપશમ સમક્તિ પ્રાપ્ત થાય છે. આ અંદરમાં ઘટતી ઘટના છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ થાય તો જ્ઞાન પ્રાપ્ત થાય અને આ જ્ઞાનમાં જોયો ગ્રાહ્ય બને છે. તેનાથી શાસ્ત્રો કંઠસ્થ થાય.
ઈન્દ્રભૂતિ ભગવાન મહાવીર સ્વામી પાસે આવ્યા. તે વખતે એમના જેવા વિદ્વાન પુરુષ ભારતમાં કોઈ ન હતા. તેમને ભગવાન મહાવીર કહે છે, “ઈન્દ્રભૂતિ ! તમારું જાણેલું જ્ઞાન એ તમને સમજવામાં અંતરાયભૂત બને છે, અને તેનું કારણ શબ્દોને ક્યાં બેસાડવા તે તમને આવડતું નથી.” શબ્દો દ્વારા વાત થાય પણ શબ્દો ક્યાં બેસાડવા તેની ખબર નહીં પડવાથી આત્મા વિશે તેમને શંકા હતી. તેઓ યજ્ઞ કરતાં હતાં, તેમને ૫૦૦ શિષ્યો હતાં, કપાળમાં ચાંદલા કરતા હતા, ગીતો ગાતા હતા, ઉપનિષદો બોલતાં હતાં પણ આત્મા વિશે શંકા હતી અને દુઃખની વાત એ હતી કે ૧૧-૧૧ પંડિતો પોતપોતાની શંકા એકબીજાને કહી શકતાં ન હતાં. અજ્ઞાનીને બહુ સહેલો રસ્તો છે કે કમ સે કમ તે બીજાને કહી તો શકે. આ પંડિતોની મોટી મુશ્કેલી છે કે કોઈને પૂછાય નહિ અને જો બીજાને પૂછે તો તે કહેશે કે “આટલું જાણતાં નથી' આ સાંભળવાની તૈયારી તેમની હોતી નથી. મીરાબાઈએ ગાયું છે.
જ્ઞાન વિજ્ઞાનની પોટલી માથેથી કોઈ હેઠી મુકાવોને! સમજ્યા! આ શબ્દો. આ જ્ઞાન અને વિજ્ઞાનના પુસ્તકોનાં પોટલાં જે માથે ચડી ગયા છે તે કૃપા કરી કોક હેઠે તો મુકાવો, તો અમે વિચાર તો કરી શકીએ, ચિંતન તો કરી શકીએ.
આત્મબોધની ઘટના અને (શાબ્દિક) આત્મજ્ઞાનની ઘટના બને જુદી જુદી છે. આત્મજ્ઞાન હોઈ શકે પણ આત્મબોધ હોય કે ન હોય. આત્મબોધ જ્યાં હોય ત્યાં આત્મજ્ઞાન અવશ્ય હોય. આત્મજ્ઞાન જ્યાં હોય ત્યાં આત્મબોધ હોય તેવું નક્કી નહિ. જ્ઞાન શબ્દ પરમકૃપાળુ દેવે વાપર્યો છે પણ બોધ શબ્દ વાપર્યો નથી. જ્ઞાન શબ્દ બોલીએ ત્યારે શ્રુતજ્ઞાન, વાણી જ્ઞાન, વાચા જ્ઞાન લેવું. આત્મસિદ્ધિમાં આગળ આવશે “મુખથી જ્ઞાન કથે', મુખથી બોધ કથે શબ્દ ન વાપર્યો. જ્ઞાની પુરુષો બિલકુલ યોગ્ય શબ્દ વાપરે છે. મુખથી જ્ઞાન કથે ત્યાં વાંધો શો આવ્યો? તો કહે કે “અંતર છૂટ્યો નમોહ', દર્શનમોહ તો ગયો નહિ. જ્ઞાનની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org