SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૭ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ઉપનિષદોમાં એમ કહ્યું કે અજ્ઞાનના અંધકારમાં જે અથડાય છે એના કરતાં વધારે જ્ઞાનના પ્રકાશમાં અથડાય છે. ત્યાં અવિદ્યા અને વિદ્યા એમ બે શબ્દો વાપર્યા છે. ___अविद्यायामंतरे वर्तमाना: स्वयं धीरा: पंडितमन्यमानाः। અવિદ્યાના ઘનઘોર અંધકારમાં અને પોતાને પંડિત માનીને ચાલી રહ્યા છે, તેનો બચાવ કેમ થશે ? એને કોણ સમજાવવા જાય? એ સમજવા તૈયાર નથી, યાદ રાખજો, જ્યાં સુધી જીવ સમજવાની આંતરિક તૈયાર નહિ કરે, ત્યાં સુધી હજારો પ્રવચનો થાય તે નિષ્ફળ જશે. કાશીથી ભણીને એક છોકરો આવ્યો. મા કહે, “બેટા ! તું વહેલો કેમ આવ્યો?' છોકરો કહે કે “હું ભણી રહ્યો.” બધું ભણી રહ્યો હોય તેમ કહેવું હોય તો કાશીમાં એક પરંપરા છે. વાદવિવાદમાં તેનો વિજય થવો જોઈએ અને વિજયનું સર્ટીફિકેટ મળે તો સમજવું કે તે બધું ભણ્યો છે. તેણે કહ્યું “મા! મોટા વાદમાં મેં વિજય પ્રાપ્ત કર્યો.” મા વિચક્ષણ હતી. તેણીએ પૂછ્યું બેટા ! તેં વિજય કેવી રીતે પ્રાપ્ત કર્યો? તેણે કહ્યું કે સામો પંડિત જે કંઈ કહેતો હતો તેમાં તેને હું એમ કહેતો હતો કે “હું આ માનતો નથી” આ વિજયની રીત નથી. અભિમાનથી તમામ દ્વાર બંધ થઈ જાય છે, અને એટલા જ માટે એમ કહ્યું કે આ ધરતી ઉપર વિદ્વાનો, પંડિતો, મહંતો કે આચાર્યો કે ગાદીપતિ અને વકતાઓ ભેગા મળે એ ઘટના બહુ કઠિન છે. માટે કહ્યું કે અવિદ્યાના ઘનઘોર અંધકારમાં જે અથડાય છે, તેના કરતાં મને જ્ઞાન થયું છે તેમ માની અહંકારના અંધકારમાં જે અથડાય છે તેને ભગવાન પણ બચાવી શકતા નથી. તો અહીંયા શું કહેવું છે? જ્ઞાન અને બોધ વચ્ચેનો ભેદ સમજો. જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે તીવ્ર બુદ્ધિમતાના લેવલ ઉપર. જ્ઞાનના ઉધાડ માટે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમની જરૂર છે. તમે આઈનસ્ટાઈનની બરાબરી ન કરી શકો, તે મોટો વૈજ્ઞાનિક છે. રાજકારણીના ભેજા સાથે આપણું ભેજું કામ ન કરી શકે. તેઓ જાણે છે કે શું કરવું? તેમની અવસ્થા જુદી છે. અબજો રૂપિયાનો ધંધો સેટ કરવો અને સાચવવો અને સંભાળવો તે સાધુ મહારાજનું કામ જ નથી અને તે જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થયેલ તીવ્ર બુદ્ધિનું કામ છે, પણ બોધ માટે જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જોઈએ અને દર્શનમોહનીય કર્મનો ક્ષયોપશમ પણ જોઈએ, બન્ને સાથે થવા જોઈએ. દર્શન મોહનીય કર્મનો ક્ષયોપશમ જે વખતે આપણે કહીએ છીએ તે વખતે પાંચ શબ્દો ખ્યાલમાં લેવાના છે. જો એક જ શબ્દ કહેવો હોય તો દર્શનમોહનીય કહેજો, અને જરા વિગત આપવી હોય તો ચાર અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને પાંચમો દર્શનમોહ (મિથ્યાત્વ) આનો ઉપશમ થવો જોઈએ. આ ઘટના સાથે ઘટશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy