________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૪૫ છ8ી વાત - “જ્યાં સુધી સત્ય મળ્યું નથી ત્યાં સુધી મનને ખુલ્લું રાખવું પડશે, એટલે કોઈ કદાગ્રહ, દુરાગ્રહ, મતાગ્રહ નહિ. કોઈપણ જાતનો અંદરમાં પોતાની વાત ઠસાવવાનો આગ્રહ નહિ, પ્રયત્ન નહિ. “ખુલ્લું મન.” તમે વ્યવહારમાં પણ બોલતાં હો છો કે જો ભાઈ ! ખુલ્લું મન રાખી, મનથી લેજે. ખુલ્લું મન એટલે કદાગ્રહ કે દુરાગ્રહ વગરનું, પોતાની વાત બીજા ઉપર ઠસાવવી છે તેવી વૃત્તિ વગરનું અને સત્યની વાત સ્વીકારવા જે તૈયાર છે તેવું.
અધ્યાત્મની સાધના કરવી હોય તો જીવને પોતાને તૈયારી કરવી પડે. સત્ય ન મળે ત્યાં સુધી કશાથી બંધાશો નહિ. વ્યક્તિથી, શાસ્ત્રથી, મત કે સંપ્રદાયથી, વાડાથી કશાથી બંધાશો નહિ. જો બંધાયા તો તમારો આગળનો રસ્તો બંધ થઈ જશે. ઘણાં લોકો કહે છે કે હવે અમે વિચાર કરવાનું બંધ કરી દીધું છે.' કેમ? “કહેશે કે અમે કોઈક ખીલે બંધાણા છીએ. જેમ બળદ ખીલે બંધાય પછી છૂટી જ ન શકે તેમ.’ ખીલે બંધાવવાની જરૂર નથી. મન ખુલ્લું રાખો. તમે જાતે વિચારો, ચિંતન કરો, તે પણ ખુલ્લાં મનથી. નિશ્ચલદાસે એક ગ્રંથ લખ્યો છે, અને હેડીંગ રાખ્યું કે “પક્ષપાત રહિત અનુભવ પ્રકાશ.” અનુભવ પ્રકાશ લેવો હોય તો પહેલાં પક્ષપાત રહિત થવું પડશે. પક્ષ એટલે રાગ. તમારો દીકરો જબરો હોય અને બીજાને તમાચો મારી આવે ત્યારે તમે તેનો ખોટો પક્ષ લઈ કહેશો કે મારો દીકરો કોઈને મારે જ નહિ. આમ તમે તેનો પક્ષ લેશો તો છોકરો સાચું શીખશે નહિ અને તેનું અહિત થશે. તત્ત્વની બાબતમાં પક્ષપાત જરાપણ ન ચાલે. સત્યનો નિર્ણય કરવો હોય તો પક્ષપાત ન ચાલે. પક્ષપાત રહિત જેની દૃષ્ટિ છે તે મતાર્થી નથી, દુર્ભાગી નથી.
છેલ્લી વાત - સાચાને સાચાં કહેવાની બુદ્ધિ હોવી જોઈએ, હિંમત રાખવી જોઈએ. અમે તમને લડવાની સલાહ નથી આપતાં. પરંતુ જે સત્ય છે, તે સત્ય છે, તમને જે લાગે તે ખરું. અમારે સાચું જ કહેવું છે. શાસ્ત્રોને એમ કહેવું છે કે સાચાં ને સાચું પ્રેમપૂર્વક, નમ્રતાપૂર્વક, કરુણાપૂર્વક કહેવું. શાંતિ અને ધીરજપૂર્વક કહેવું. એમાં પણ તત્ત્વની વાત સમજાવવી હોય તો પરમ ધીરજપૂર્વક કહેવી. વિનોબાજીનું પ્રવચન પંજાબના ગામમાં રાત્રે હતું. તેમાં સરદારજીને સભાના પ્રમુખ બનાવેલા. સરદારજીએ શરૂઆત કરી. ‘દેખો, સબ લોગ આ ગયે હૈ, વિનોબાજી પધારે હૈ, અહિંસા કે બારેમેં પ્રવચન દેનેવાલે હૈ. અગર બીચમેં કોઈ બોલેગા તો ડંડાસે શિર તોડ દેંગે.” વિનોબાજીએ કહ્યું કે મારા પ્રવચનનો પહેલેથી જ દાટ વાળી દીધો. વાત અહિંસાની કરવાની તે પ્રેમથી. સત્ય કહો પણ પ્રેમથી. એમાં પણ પારમાર્થિક સત્ય. બહુ કહેવા જશો નહીં, કેમકે સત્ય તમને પૂરું મળ્યું નથી. અરે ! પૂરું સત્ય મળ્યાં પહેલાં તમે કહેવા જશો તો તેને અધકચરું સત્ય આપશો. એની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org