________________
3८
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા અંદરમાં જે બોધ પરિણત થાય તેને કહેવાય છે ભાવઋત, તેને કહેવાય છે જ્ઞાન, સમ્યગ્રજ્ઞાન.
આ સમ્યજ્ઞાનથી અંદર નિર્ણય થઈ જાય છે કે આત્મા દેહાદિ પર વસ્તુથી જુદો છે, આત્મા રાગાદિ પરભાવોથી જુદો છે, આત્મા કર્મ આદિના સંયોગોથી જુદો છે, આત્મા સર્વ વિકારોથી, વિભાવોથી જુદો છે. જુદો છે એનો અર્થ એ થયો કે મારે તેની સાથે કોઈ સંબંધ નથી, એટલે મારે તેની સાથે ભળવું નથી. પાડોશીને ઘેર લાખો રૂપિયા હોય તો પણ ભલે અને લગ્ન ધામધૂમથી થાય તો પણ ભલે અને તેના ઘરમાં કંઈપણ મન દુઃખ થાય તો ય ભલે, પાડોશીના ઘેર જે થવાનું હોય તે થાય. પાડોશી એ પાડોશી. તેમ શરીર મારું પાડોશી, રાગ મારો પાડોશી, વિકાર મારા પાડોશી, શરીરના સંયોગો પણ પાડોશી અને ભાવકર્મો પણ મારા પાડોશી. આ બધાથી આત્મતત્ત્વ ભિન્ન છે એવો બોધ સતુશાસ્ત્રો દ્વારા થશે, માટે દ્રવ્યશ્રુત એ પણ જ્ઞાન અને ભાવથુત એ પણ જ્ઞાન, પણ એમાં જે ભૂલ થાય છે તે ભૂલનું નામ છે શુષ્કજ્ઞાન. જ્ઞાનમાં ભૂલ નથી, જ્ઞાનમાં દોષ નથી, જ્ઞાનમાં જે ભૂલ થાય છે તે આપણા કારણે થાય છે, આપણી વિપરીત સમજના કારણે થાય છે, તેને કહેવાય છે શુષ્કજ્ઞાન.
કોને કહેવાય છે ક્રિયા? “જે જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એ જ્ઞાનને અનુરૂપ રાગાદિનો ત્યાગ કરીને શુદ્ધ આત્મપરિણતિનું પ્રવર્તવું તેને કહેવાય છે ક્રિયા.” આ જૈન દર્શનની અલૌકિક વાત છે. તમે તો માનો છો કે બહારમાં જે કરીએ છીએ તે ક્રિયા. અંદર જે બોધ થયો, જ્ઞાન થયું તે બોધે નક્કી કરી આપ્યું, તેને અનુરૂપ જીવન જીવવું પડે ને ? જ્ઞાનને અનુરૂપ રાગાદિનો ત્યાગ કરીને, દેહાદિ પર વસ્તુની આસક્તિનો ત્યાગ કરીને, વિકારોનો ત્યાગ કરીને અને કર્મના સંયોગોથી જે સંયોગો ઊભા થયાં છે તે સંયોગોની આસક્તિનો ત્યાગ કરીને, શુદ્ધ આત્મપરિણતિનું પ્રવર્તવું તેને કહેવાય છે ક્રિયા.
આસક્તિનો ત્યાગ થશે તો સ્વરૂપમાં રમવાનું થશે. એમને એમ સ્વરૂપમાં રમવાનું નહિ થાય. માત્ર આંખો બંધ કરવાથી સ્વરૂપમાં રમવાનું નહિ થાય. આંખો બંધ કર્યા પછી વધારે દેખાશે. આંખો બંધ નહિ હોય તો મુંબઈ દેખાય પણ આંખો બંધ કરશો તો આખું અમેરિકા દેખાશે, કારણ દિકરો ત્યાં બેઠો છે ને? માત્ર આંખ બંધ કરવાથી કામ નહિ થાય.
એક અપેક્ષાએ વિચારીએ તો ત્યાગ એટલે છોડવાનું છે જ નહિ, કારણ કે તમારું છે નહિ. બનારસીદાસ કહે છે કે ધોબીને ત્યાં ચાદર ધોવા આપી અને ભૂલમાં બીજાની ચાદર આપણે ત્યાં આવી ગઈ. આપણું નામ નથી લખ્યું પણ દાદાજી એવું નામ લખ્યું છે, તેથી ખબર પડી જાય કે આ ચાદર આપણી નથી. દાદાજી ફરતા ફરતા આવે ને પૂછે કે મારી ચાદર તમારે ત્યાં આવી છે? આપણે ચાદર આપી દઈએ. એમાં શું ત્યાગ કર્યો? ચાદર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org