________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૨૩ વિચાર કરો.' વિચારમાંથી ધર્મ આવશે. પ્રારંભમાં વિચાર જોઈએ. ખેતરમાં વાવવું હોય તો બીજ વવાય, ઝાડ ન વવાય, બીજમાંથી વૃક્ષ ઊગે છે, એમ વિચાર એ સમગ્ર સાધનાનું બીજ છે. વિચારમાંથી ધર્મ આવશે, ધ્યાન આવશે, ઉપાસના આવશે. આપણને જો સૌથી વધારે કંટાળો આવતો હોય તો તત્ત્વ વિચારનો આવે છે. અમે કહીએ કે તત્ત્વ વિચાર થોડો થોડો કરો તો કહે કે સાહેબ! કરીએ તો છીએ પણ ઝોકું આવી જાય છે. સમાધિ લાગી જાય છે. ગાવાની કે બોલવાની વાત હોય તો બરાબર.
તત્ત્વ વિચાર કર્યા વગર સમજણ પ્રાપ્ત નહીં થાય. તત્ત્વ વિચાર કરતાં કરતાં સમજણ પ્રાપ્ત થાય છે અને સમજણ પછી આચરણ થાય છે. જેને વિચાર કરવો છે તેને વિચાર માટે સમય તો જોઈશે ને? વિચાર આંખથી, કાનથી નહીં થાય, મનથી જ થાય, પણ મન પાસે ટાઈમ હોય તો ને? મન નવરું પડે તો વિચાર થાય, પણ મન પાસે અવકાશ નથી. મનમાં પરિગ્રહનું ચિંતન નિરંતર ચાલ્યા જ કરે છે. એક ભાઈ કહે કે “અમને આશીર્વાદ આપો.'
અમે કહ્યું કે શેના?” તેઓ કહે કે “ત્રણ પેઢી ચાલે છે હવે ચોથી પેઢી ચાલુ કરવી છે. અમે કહ્યું કે “ભાઈ ! અમે તો એવા આશિષ આપીએ કે તમે આ બધામાંથી મુક્ત થઈ નિગ્રંથ બનો.”
એક ભાઈ કહે કે “મારે કંઈ જોઈતું નથી. સિત્તેર વર્ષ થયા છે, ચાલી શકું છું, ખાઈ શકું છું, ઊંઘ પણ સારી આવે છે. ચાર વહુઓ છે. મોટું મકાન છે, બેન્ક બેલેન્સ છે” અમે કહ્યું કે, “તો તમારે શું કહેવું છે?' તેઓ કહે કે “સાહેબ એવા આશીર્વાદ આપો કે આ લીલીવાડી કાયમ લીલી રહે.” જે મન આમાં જે રમતું હોય, આમાં જ રોકાયેલું હોય તો જીવ, તત્ત્વ વિચાર કઈ રીતે કરશે? માટે પરમકૃપાળુ દેવ કહે છે કે સાધના માટે તત્ત્વ વિચાર ને સમ્યક સમજ એ બે મહત્ત્વના પરિબળો છે. તત્ત્વ વિચાર માટે સામગ્રી જોઈએ તેથી શ્રીમજી કહે છે કે અમે એ માટે આ આત્મસિદ્ધિ શાસ્ત્રનો પ્રારંભ કરીએ છીએ. કયા વર્ગ માટે આ આત્મસિદ્ધિ શાસ્ત્રની રચના કરો છો? આત્માર્થી જીવ માટે.
આત્મસિદ્ધિને જીવનમાં, અંતરમાં ઉતારવી હોય તો આત્માર્થી બન્યા વિના નહીં ચાલે. અર્થ એટલે પ્રયોજન, હેતુ, ઈન્ટેન્શન, લક્ષ. શાસ્ત્ર શા માટે? આત્મહિત થાય તે માટે, આત્માનો વિચાર થાય એટલા માટે. જીવનમાં જે કાંઈ નાનામાં નાની સાધના કરો, નાનામાં નાનું વ્રત કરો, મંદિરમાં જાવ, અનુષ્ઠાન કરો, કોઈ પણ ક્રિયા કરો, તેનાથી જગતનો વૈભવ જોઈતો નથી, માન, પ્રતિષ્ઠા, સત્તા જોઈતી નથી, ધન, સંપત્તિ કે સ્વર્ગલોક પણ જોઈતા નથી, ઈદ્રનો વૈભવ પણ જોઈતો નથી, કંઈ જ જોઈતું નથી, એક માત્ર આત્મહિત જ કરવું છે એવો જેનો નિર્ણય છે તેને કહેવાય આત્માર્થી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org