SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૧૮૭ પ્રવચન ક્રમાંક - ૧૦ ગાથા ક્રમાંક - ૧૫, ૧૬ સાધનામાં બાધક પરિબળ સ્વછંદ રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિનનિર્દોષ. (૧૫) ટીકા જીવન અનાદિકાળથી પોતાના ડહાપણે અને પોતાની ઈચ્છાએ ચાલ્યો છે, એનું નામ સ્વચ્છંદ છે. જો તે સ્વદને રોકે તો જરૂર તે મોક્ષને પામે; અને એ રીતે ભૂતકાળ અનંત જીવ મોક્ષ પામ્યા છે. એમ રાગ, દ્વેષ અને અજ્ઞાન એમાંનો એક્કે દોષ જેને વિષે નથી એવા દોષરહિત વીતરાગે કહ્યું છે. (૧૫) આત્મસિદ્ધિશાસ્ત્રની પંદરમી ગાથામાં સિંહગર્જના છે. આ માનવજીવનની સામે સત્યનું પ્રદાન છે. કોઈ હિચકિચાટ નથી. કોઈ શંકા નથી. કોઈ દ્વિઘા નથી. કોઈ દ્વન્દ નથી કોઈ મૂંઝવણ નથી અને સત્યના પાયા ઉપર ઊભા રહીને એમણે ગર્જના કરી છે કે “પામે અવશ્ય મોક્ષ.” આ શબ્દોની પાછળ ભારે હિંમત અને આત્મબળ છે. માત્ર આશ્વાસન નથી પણ તથ્યનું ઉદ્ધાટન છે. તમે કાળની વાત જવા દો, પરિસ્થિતિની વાત જવા દો, કર્મનો બહુ બોજ છે, તેની વાત જવા દો. આ બધા પરિબળો અમે જાણીએ છીએ. છતાં કહીએ છીએ કે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકશો. શું પ્રમાણ? તો પ્રમાણ આપ્યું કે “પામ્યાં એમ અનંત છે.” આજ સુધીમાં અનંત જીવો મોક્ષ પામ્યા છે. તો આનાથી મોટું પ્રમાણ કયું? અનંત જીવો સંસારમાંથી મુક્ત બન્યા છે, પણ સાહેબ, આ કોણે કહ્યું? “ભાનું જિન નિર્દોષ.” આ વાત જેણે કરી છે તે સાક્ષાત્ જિનેશ્વર પરમાત્માએ કરી છે અને તેઓ નિર્દોષ છે. રાગ, દ્વેષ અને મોહ એમ ત્રણ પ્રકારના દોષોથી રહિત છે. જેમની ચેતના રાગ રહિત હોય, દ્વેષ રહિત હોય અને મોહ રહિત હોય એ નિશ્ચિત અજ્ઞાન રહિત હોય જ. અને જે અજ્ઞાન રહિત હોય, એમના જ્ઞાન ઉપરના આવરણો તૂટી ગયા હોય અને સમગ્ર જ્ઞાન, સંપૂર્ણ અસ્તિત્વનું જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય, એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તેમણે કહ્યું છે કે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy