________________
૧૮
પ્રવચન ક્રમાંક - ૧૬, ગાથા ક્રમાંક - ૧૪ તો કોઈ નહિ?
જાકુ જાકુ પૂછીયે સબ અપની અપની ગાવે,
સાચા મારગ કૌ ન બતાવે. ચૌદમી ગાથામાં ઘણી સ્પષ્ટતા કરી. શાસ્ત્રોનો ઉપયોગ સાધકે કેવી રીતે કરવો? શાસ્ત્રો કેવી રીતે વાંચવા ? શાસ્ત્રો વાંચવાની ભલામણ કરી, પણ શાસ્ત્રો વાંચવાની પ્રક્રિયા અને તેની રીત રસમ પણ આપણને શીખવાડી. જેમ કોઈ સંગીતકાર શિખવાડે કે આમ આંગળીઓ ફેરવવી જોઈએ, તો દિપક રાગ આવે, બિલાવલ આવે, ઠુમરી આવે, આવો રાગ આમ પ્રગટ થાય. તેમ શાસ્ત્રો કેવી રીતે વાંચવા, તે શિખવાડ્યું. આ બહુ મોટી વાત છે. આ કેમીસ્ટ્રી છે. આ વિજ્ઞાન છે. આ વાત કર્યા પછી આગળની ગાથામાં એક મહત્ત્વનો ટર્નિંગ પોઈન્ટ બતાવે છે. તમારે અહીંથી પરિવર્તન કરવું જ પડશે. તે પરિવર્તન કર્યા સિવાય મોક્ષમાર્ગમાં કદી પણ તમારો પ્રવેશ નહિ થાય. વ્રત કે કંપની આ વાત નથી. સમ્યગદર્શનની વાત નથી. આત્મબોધની વાત નથી, પણ એની પહેલાં અનિવાર્યપણે જે ઘટના ઘટવી જોઈએ તેની વાત કરી છે.
પાછા મળીશું ત્યારે એ ગાથાથી પ્રારંભ કરીશું. વિનંતી છે કે ધ્યાનથી સમજવા કોશિશ કરજો. પરમકૃપાળુ દેવ પરમ સત્ય વચ્ચે ઊભા છે. તમે કોઈ ઢાંચા કે ફરમા તૈયાર કરીને આવશો નહિ. પરમકૃપાળુ દેવે સિંહની જેમ અદ્ભુત ગર્જના કરી છે. એ વાતને બરાબર સમજીએ.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org