________________
૫
પ્રવચન ક્રમાંક - ૬, ગાથા ક્રમાંક - ૫ ખીલ્યું છે પણ કાલે કરમાઈ જવાનું છે. ખીલ્યું છે તેને પણ જુઓ અને કાલે કરમાઈ જવાનું છે તેને પણ જુઓ અને બન્નેને જોતાં જો આવડશે તો આસક્તિ નહીં થાય. ફૂલની ટીકા પણ ન કરો અને ફૂલના વખાણ પણ ન કરો. આસક્તિ ન કરો અને અણગમો પણ ન કરો.
(૩) જેને ઈન્દ્રિયો પર પોતાનો સંયમ છે તેને કહેવાય છે જિતેન્દ્રિય. એક ભાઈ આવ્યા હતા. મેં પૂછ્યું ‘શું થયું છે ?’ ‘સાહેબ ! વધારે ખવાઈ ગયું, શ્વાસ નથી લેવાતો, બે કલાકે ઠેકાણું પડશે’ ‘મોહનથાળ કોકનો હતો, પેટ તો તારું હતું ને ? તારે નાખતાં વિચાર તો કરવો હતો ને ?’ જીભ ઉપર આટલો પણ કાબૂ રાખી શકતો નથી તે જીવ સાધના કેવી રીતે કરશે? (૪) ક્ષમા ઃ કોઈએ અપરાધ કર્યો હોય તો ક્ષમા આપવી તે જ્ઞાનીનું લક્ષણ છે. ક્ષમા એ જ્ઞાનીનું આભૂષણ છે, ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે.
खामि सव्व जीवे, सव्वे जीवा खमंतु मे मिति मे सव्वभूअसुवेरं मज्ज न केणइ ।
જ્ઞાની પુરુષોએ સવાર-સાંજના પ્રતિક્રમણમાં, ચૌદશે, ચોમાસી ચૌદશે અને સંવત્સરી પ્રતિક્રમણમાં આ ગાથા બોલી સર્વ જીવોની સાથે ક્ષમા માગવાનું કહ્યું છે.
(૫) દયા : ‘‘દ્રવ્ય થકી દુઃખીયાની જે દયા ધર્મ હીણાની રે ભાવ’’ રોગ, ભૂખ, તરસ વગેરે ભૌતિક દુઃખોથી પીડાતા દુ:ખી જીવોને જોઈ તેમના દુઃખો દૂર કરવાની ઇચ્છા તે દ્રવ્ય દયા, હિંસાદિ પાપો કરતાં, રાગદ્વેષ વગેરે દોષોથી ભરેલા ધર્મ રહિત જીવોને તેમાંથી મુક્ત કરવાની જે ઇચ્છા તે ભાવ દયા. એ જ્ઞાનીનું પાંચમું લક્ષણ છે.
(૬) સર્વજન પ્રિયત્વમ્ જ્ઞાની બધાને વ્હાલો લાગે છે, એ મધુરતાથી ભરેલો છે તેમાં કડવાશ નથી. તેમાં કઠોરતા, કટુતા કે નફરત નથી, એનામાં અણગમો નથી. કે
(૭) નિર્લોભ-જેનામાં કોઈ લોભ નથી. લોભ અને જ્ઞાન બન્ને સાથે ન રહી શકે. (૮) દાતા ઃ તેની પાસે જે કાંઈ હોય તે આપવા તત્પર હોય.
(૯-૧૦) ભયશોકહર્તા ઃ ભય અને શોકમાંથી મુક્ત હોય. ભગવદ્ ગીતાની શરૂઆતમાં શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે
अशोच्यानन्वशौचस्त्वं प्रज्ञावादांश्च भाषसे (२/११)
જેનો શોક કરવા જેવો નથી તેનો તું શોક કરે છે, અને ડાહી ડાહી વાતો કરે છે ? જ્ઞાન ગમે તેટલું હોય પણ શોક કરે તે શુષ્કજ્ઞાની. શુષ્કજ્ઞાન આત્મસિદ્ધિનો શબ્દ છે. અને પ્રજ્ઞાવાદ ભગવદ્ ગીતાનો શબ્દ છે. આવા દસ લક્ષણો જેનામાં દેખાય તેને અમે જ્ઞાની કહીએ છીએ. આ દસ લક્ષણો જેનામાં નથી તે પંડિત છે, તે શુષ્કજ્ઞાની છે.
છેલ્લી વાત : યશોવિજયજી મહારાજે જ્ઞાનસારમાં એક મઝાની ગાથા આપી છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org