________________
૮૬
પ્રવચન ક્રમાંક - ૮, ગાથા ક્રમાંક - ૭ દેવ માટે એક જ છે. શ્રીમદ્જીની ગાથાનો અર્થ અમે જે કરીએ છીએ તે પરફેક્ટ, યોગ્ય છે અને બાકીના જે કહે છે તે તદ્દન ખોટું છે. સાચા અને ખોટાં, એ બંને વચ્ચે તોલવાનું કોઈપણ સાધન જો હોય તો એક માત્ર સાધન છે અનેકાંત. અનેકાંત ત્રાજવું છે, તેના કાંટે તોલાય. બે મહત્ત્વની ઘટના વચ્ચે વિવેકબુદ્ધિ અને અનેકાંત મહત્ત્વનાં છે. વિવેકબુદ્ધિ ન હોય તો મૂઢતા હોય અને મૂઢતા એને કહેવાય કે કર્તવ્ય શું, અકર્તવ્ય શું તેની ખબર જ ન પડે. શેઠના સાળાને શેઠાણીએ કહ્યું કે ભાઈ ! તું કામ કરવા જાય તો એકી ફેરામાં ચાર પાંચ કામ પતાવવા જોઈએ. તું પ્રત્યેક કામ માટે અલગ-અલગ જાય તે ન ચાલે. શેઠ માંદા હતા અને તે દવા લેવા ગયો. દવા તો લઈ આવ્યો પણ સાથે ખાંપણ પણ લઈ આવ્યો. શેઠાણીએ કારણ પૂછ્યું. તેણે કહ્યું કે તમે નહોતું કહયું કે તારે ચાર-પાંચ કામ સાથે પતાવવાં, એટલે આ લઈ આવ્યો છું, જરૂર તો પડશે જ ને? આને કહેવાય છે મૂઢતા, મૂઢતા ન ચાલે. વિવેકબુદ્ધિ જોઈએ, અને મૂઢતાના કારણે શું કર્તવ્ય છે, શું અકર્તવ્ય છે, શેમાં હિત છે, શેમાં અહિત છે, શું છોડવા જેવું છે અને શું ત્યાગવા જેવું છે, તેની ખબર પડે નહિ, એ કામ મૂઢતાનું છે. અનેકાંત ન હોય તો દૃષ્ટિરાગ હોય. પોતે જે માને છે તે જ સત્ય છે આને કહેવાય છે દૃષ્ટિરાગ, અને દૃષ્ટિરાગ જ્યાં હોય ત્યાં મતાગ્રહ પણ હોય. એટલા માટે શાસ્ત્રોનું એમ કહેવું છે કે (૧) વિવેકબુદ્ધિ અને (૨) અનેકાંતદષ્ટિ જીવનમાં જરૂરી છે. વિવેકી આત્મા પોતાની વર્તમાન દશા કેવી છે તેનો વિચાર કરે અને તે દશા માટે કર્યું સાધન કરવા જેવું છે તે પણ નક્કી કરે. મેડીકલ સ્ટોરમાં જાય તો સ્ટોરનો માલિક કહેશે પ્રીસ્ક્રીપ્શન લાવ્યા છો? તો દવા તમને મળે અને જો તમે કહો કે ફાવે તે આપો ને? મારે ખાવી છે ને? તો તમારી શી હાલત થાય? પ્રીસ્ક્રીપ્શન વગર દવા કામમાં ન આવે તેમ વિવેક વગર સાધન પણ કામમાં ન આવે. ક્રોધ દૂર કરવો હોય તો શું ઉપાય? આસક્તિ દૂર કરવી હોય તો શું ઉપાય? એ બધા ઉપાયો સાધકને પ્રાપ્ત થવા જોઈએ. અને જો વિવેક અને અનેકાંત દૃષ્ટિની પ્રાપ્તિ થાય તો જ તે પ્રાપ્ત થાય. આ બન્ને તથ્યોને આઠમી ગાથામાં અભુત રીતે મૂકી દીધાં છે. આજે ગાથાનો ઉલ્લેખ કરીએ. ચર્ચા આવતીકાલથી થશે.
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ,
ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. પરમકૃપાળુ દેવના પ્રત્યે જેમને ભક્તિ છે, જે તેમની ઉપાસના કરે છે તે બીજું કાંઈ ન કરે પણ આઠમી ગાથા જીવનમાં જો ઉતારે તો પણ ધન્ય થઈ જાય. જીવનના મોટાભાગના પ્રશ્નો ઉકેલાઈ જાય, એવી એમાં અદ્ભુત વ્યવસ્થા છે. તમારી દૃષ્ટિ, તમારું આચરણ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org