SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૬૯ જોવામાં અને સાંભળવામાં. આખું રસોડું એક જીભ માટે, ડ્રોઈંગરૂમ સ્પર્શ, ચામડી માટે. લાખો રૂપિયાનું ફર્નિચર અમે કરાવ્યું છે. આવું ફર્નિચર કોઈને ત્યાં નથી, મઝા છે આ સ્પર્શની ! પાંચ ઈન્દ્રિયોની! આ પાંચ ચોર રોજ લૂંટ કરે છે. જીભ, આંખ, કાન, નાક, સ્પર્શનેન્દ્રિય આ પાંચ ઈન્દ્રિયો આપે જીતી લીધી છે માટે હે પરમાત્મા! આપ જિતેન્દ્રિય પણ છો. આપનાં ચરણોમાં અનંતવાર વંદન હો. આવી રીતે ઓળખીને જે વંદન કરે છે તે આત્માર્થી છે. જે જિનદેહ પ્રમાણ ને સમવસરણાદિ સિદ્ધિ, વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. બસ, આટલામાં અટકી ગયો? ધક્કો માર, આગળ વધ. આ જિનદેવનું વર્ણન છે. જેઓ સમવસરણમાં બેઠાં છે, જેઓ સુંદર દેહમાં બેઠાં છે પણ તેઓ વીતરાગ છે, વીતષ અને વીતમોહ છે તે તું જો. તેઓ કષાય રહિત છે તે તું જો, અને તેમણે ઈન્દ્રિયો જીતી છે, તે તું જો. જોવા જેવા તો તે છે. સમવસરણ જોવું હોય તો જો, એની ના નથી. એ બાહ્ય દેખાવ છે. કરોડો દેવો તેમના ચરણોમાં બેસે છે, ઝૂકે છે, તે તેમની પુણ્યની સંપત્તિ છે. તારે તો તેમની વીતરાગતા, કષાય રહિત અવસ્થા જોવા જેવી છે, મોહ રહિત અવસ્થા જોવા જેવી છે. આ વાત પરમ ગંભીર છે, તેને જેટલી સમજી શકાય તેટલી સમજવા કોશિશ કરજો. તીર્થંકરદેવ કેવાં અભુત છે અને અપૂર્વ છે, તેટલું તો જાણો. જાણ્યું હશે તો કોક દિવસ ઉલ્લાસ આવશે, પ્રેમ પ્રગટ થશે, ભાવ જાગશે, અને નહિ જાણીને માત્ર બાહ્ય વર્ણન જ જો જાણશો, તો એમાં જ બુદ્ધિ અટકી જશે. ત્યાં ન અટકતા શુ આઉટ તીર્થંકર પરમાત્માની આંતરિક અવસ્થા જેવી છે તેવી તમે જાણો તો કલ્પિત રાગ નહીં થાય અને સાચી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થશે. પ્રત્યેક શબ્દને સ્પષ્ટપણે ઊંડા ઊતરી વિગતવાર સમજવાનો પુરુષાર્થ કરજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy