SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૦ પ્રવચન ક્રમાંક - ૨૪, ગાથા ક્રમાંક - ૨૬, ૨૭ પ્રવચન ક્રમાંક - ૨૪ ગાથા ક્રમાંક - ૨૬, ૨૦ શાસ્ત્ર સંબંધી ભૂલ પ્રત્યક્ષ સદ્ગુરુ યોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ, અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. (૨૬) ટીકા:પ્રત્યક્ષ સદ્ગુરુનો ક્યારેકયોગ મળે તો દુરાગ્રહાદિછેદક તેની વાણી સાંભળીને તેનાથી અવળી રીતે ચાલે, અર્થાત્ તે હિતકારી વાણીને ગ્રહણ કરે નહિ, અને પોતે ખરેખરો દઢ મુમુક્ષુ છે એવું માન મુખ્યપણે મેળવવાને અર્થે અસદ્ગ સમીપે જઈને પોતે તેના પ્રત્યે પોતાનું વિશેષ દૃઢપણું જણાવે. (૨૬) ચાલુ વિષયને ગૌણ કરીને વિશેષ વાત તરફ પરમકૃપાળુદેવને ધ્યાન દોરવું છે. ગુરુની વાત થઈ, તીર્થંકર પરમાત્માની વાત થઈ અને ત્યારપછી શાસ્ત્રોની વાત આવવી જોઈએ, તેની વાત ૨૭મી ગાથામાં મૂકી છે, અને વચ્ચે આ ૨૬મી ગાથા મૂકી છે. કારણ કે વારંવાર આપણને પરમાર્થ સાધના માટે ગુરુનો યોગ થાય છે પણ તે તક-યોગ આપણે ખોઈ બેસીએ છીએ, એનું શું કારણ છે, તેના તરફ ફરી ધ્યાન દોરવું છે. ક્યારેક ઘટના ઘટે છે અને પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્ત થાય છે. સદ્દગુરુનો યોગ પ્રાપ્ત થતો નથી તેવી કોઈ નિરાશા કરવાની જરૂર નથી. આ ધરતી સદ્ગુરુ વગરની નથી. આ ધરતી ઉપર ક્યાંક ને ક્યાંક સદ્ગુરુ છે, સતુશાસ્ત્રો છે. યોગ પ્રાપ્ત થવો જોઈએ અને સૌથી મોટી વાત એ છે કે તેમની ઓળખાણ થવી જોઈએ. એક ખેડૂત ખેતરમાં કામ કરતો હતો. ત્યાંથી એક ઝવેરાતનો વેપારી નીકળ્યો. તૃષા લાગી હશે એટલે ખેતરમાં પાણી પીવા આવ્યો. ખેતરમાં પાક તૈયાર છે અને પાક ઉપર પક્ષીઓ બેસે છે, તેને ઉડાડવા માટે તે ગોફણ હાથમાં લે છે. વેપારી પાણી પીવા બેઠો છે અને તેની નજર ખેડૂત ગોફણ ઉપર પત્થર મૂકે છે તેના ઉપર ગઈ. નજર જેવી ગઈ કે વેપારી તેને એકદમ અટકાવે છે કે આ તું શું કરે છે? ઊભો રહે. ખેડૂત કહે, સાહેબ! આ પક્ષીઓને ઉડાડવા માટે હું ગોફણમાં પત્થર નાખી તૈયાર કરું છું. ભલા માણસ ! આ પત્થર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy