________________
૩૯૫
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
જેમ ખેતી અને ધંધા માટે વાતાવરણ જોઈએ, એ જ પ્રમાણે સાધના માટે પણ વાતાવરણ જોઈએ. તે ન મળતું હોવાથી સાધના થઈ શકતી નથી. સાધના માટે ગૂઢ વાતાવરણ જોઈએ. એ વાતાવરણ કેવું હોવું જોઈએ તે માટે ચાર સૂત્રો...
(૧) સૂત્ર – સમ્રગપણે મનમાં આકુળતા વ્યાકુળતા ન હોય. શાંત મન એકાગ્ર થઈ શકે, અને શાંત મન ગહેરાઈથી તત્ત્વચિંતન કરી શકે. ઘણીવાર લોકો એમ કહે છે કે બહુ મૂંઝવણ થઈ છે, તેનો રસ્તો શોધવો છે, ઉકેલ લાવવો છે, મને એકલો રહેવા દો. મને કોઈ ડિસ્ટર્બ કરશો નહીં. હું નદી કિનારે જઈ આવું, બહાર જવા દો, ત્યાં જઈ શાંતિથી બેસું. આનો અર્થ એ થયો કે જો ગંભીર વિચારણા કરવી હોય તો વાતાવરણ શાંત જોઈએ. આ તો સંસારની વિચારણા છે, પણ કોઈપણ વિચારણા માટે અનુકૂળ વાતાવરણ જોઈએ. વિદ્યાર્થીને વાંચવા માટે વાતાવરણ જોઈએ. મંદિરમાં મંદિરનું, આશ્રમમાં આશ્રમનું અને સાધનામાં સાધના થાય તેવું વાતાવરણ જોઈએ.
વાતાવરણમાં પહેલી બાબત એ કે મુખ્ય કામ મન દ્વારા લેવાનું છે. મનનું કામ મનનનું છે, ચિંતનનું અને મંથનનું છે. સુવિચારનું કામ મન કરશે અને બોધ પ્રાપ્તિનું કામ પણ મન કરશે. મન બહુ Co-operative પરિબળ છે, અને એ મનને કામમાં લેવાનું છે. તમે આજે પણ મનને બહુ સારી રીતે કામમાં લો છો. લોકો કહે છે કે “મેં બહુ ઊંડાણથી વિચાર કરી આ સંસાર ગોઠવ્યો છે.” પછી એક દિવસ તેઓ કહેશે કે “બહુ વિચાર કરી બધું ગોઠવેલું પણ ઊંઘુ પડી ગયું છે.' આ વિચાર તો બહારના વિચારો છે.
મન બંને પક્ષે કામ કરે છે. સાધનાના પક્ષે પણ કામ કરે છે અને સંસારના પક્ષે પણ કામ કરે છે. મન કહેશે, “સાહેબ ! મારા જેવું વફાદાર તત્ત્વ બીજું કોઈ નથી. તમે મને જે કામ સોંપો તે નિષ્ઠાપૂર્વક પાર પાડીશ. આ મારો સ્વભાવ છે. તમે મને સાધનાનું કામ સોંપશો તો હું મોક્ષ સુધી પહોંચાડીશ, અને સંસારના કામ કરવાનું કહેશો તો તે પણ કરીશ. મારો વાંક ન કાઢશો. માલિક તમે છો, તમે જે કામ સોંપશો તે કરી આપીશ. સત્તા તમારા હાથમાં છે. તમારે રાગ કરવો છે? હું તૈયાર છું, તમારે પ્રેમ કરવો છે, દ્વેષ કરવો છે, ક્રોધ કરવો છે તો હું તૈયાર છું.'
કઈ અવસ્થામાં સાધના થશે? કઈ અવસ્થામાં આત્માર્થ થશે? પહેલી અવસ્થા કષાયની ઉપશાંતતા. કષ + આય= કષાય. કષ એટલે સંસાર અને આય એટલે લાભ. જે કરવાથી સંસારનો લાભ થાય તે કષાય. કષાય મનને વ્યાકુળ અને વ્યગ્ર બનાવે છે, તેથી મન શાંત બની શકતું નથી, સ્થિર બની શકતું નથી, એકાગ્ર બની શકતું નથી. તત્ત્વચિંતન માટે સ્થિર મન જોઈએ. મનને અસ્થિર કરનારાં પરિબળો ચાર છે, ક્રોધ, માન, માયા અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org