SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ પ્રવચન ક્રમાંક - ૩૫, ગાથા ક્રમાંક - ૩૮, ૩૯, ૪૦ નથી? ના, એ વાત નથી પણ “નયણાની આળસ', આંખ ઉઘાડો તો દેખાય. પ્રાપ્ત છે તેને પ્રાપ્ત કરવાનો છે. અપ્રાપ્તની પ્રાપ્તિ કરવાની નથી. માટીને જેમ દૂર કરવાની છે તેમ કર્મોને પણ દૂર કરવાનાં છે. કર્મોને દૂર કરવા, પાવડો હાથમાં લેવાની જરૂર નથી. એનો ઉપાય આપણી પાસે જ છે. સ્વીચ બંધ કરો એટલે લાઈટ બંધ. બલ્બ ફોડવાની જરૂર નથી. જે પણ કંઈ થાય છે તે ભાવકર્મના કારણે થાય છે, અને ભાવકર્મ તમે દૂર કરી શકો. ભાવકર્મ દૂર કરવાની સાધનાને કહેવાય છે. પર્યાયશુદ્ધિની સાધના. પર્યાય શુદ્ધ થાય ત્યારે વ્યવહારનયથી આત્મા, ગુણ અને પર્યાય ત્રણે શુદ્ધ થયા કહેવાય. આ ત્રણે શુદ્ધ બન્યાં અને જે અનુભવ થાય તેને વીતરાગતાનો અનુભવ કહે છે અથવા તેને મોક્ષનો ઉપાય કહે છે. આનો ખરો ઉપાય છે “અનન્ય ચિંતન.” અનન્ય ચિંતન ચોથા ગુણસ્થાને ક્ષણભર, પાંચમા ગુણસ્થાને થોડો ટાઈમ વધારે, છઠ્ઠા અને સાતમા ગુણસ્થાને અંતર્મુહૂર્ત. અને આઠમા ગુણસ્થાનકથી ટાઈમ લંબાય છે. અનન્ય ચિંતન કરવાની અવસ્થા અંદરથી આવે. તેઓ શેનું ચિંતન કરતાં હશે? દ્રવ્ય, ગુણ અને પર્યાયનું ચિંતન. આને શુકલ ધ્યાનની પ્રક્રિયા પણ કહે છે. આજે શુકલ ધ્યાનની પ્રક્રિયા સંભવિત નથી, કારણ કે એટલી બધી લાયકાત આપણા જીવનમાં આજે નથી. આ લાયકાતની અત્યારે જરૂર નથી. તમે ક્યાં સુધી જઈ શકો છો તે સમજાવવા વાત કરી. તમે ધર્મધ્યાન કરી શકો છો, તેના ચાર ભેદ છે. (૧) આજ્ઞા વિચય, (૨) અપાય વિચય, (૩) વિપાક વિચય અને (૪) સંસ્થાન વિચય, અંતર્મુહૂર્ત સુધી તમે ધ્યાન કરી શકો છો, એકાગ્ર અને તન્મય થઈ શકો છો, એટલું તો તમે કરો. ત્યાં ગયા પછી કદાચ દરવાજો ઊઘડી જાય તો, અંદર પ્રવેશ થઈ જાય. પહેલેથી જ “અમારાથી અનન્ય ચિંતન ન થાય', એમ કહી નાહી નાખો તો કામ ન થાય. અનન્ય ચિંતન એટલે વચમાં ધારા ન તૂટે. આનો આસ્વાદ ચોથાગુણસ્થાનકે મળે. ચોથા ગુણસ્થાનકે એક મોટી ઘટના ઘટે, મોટો અવરોધ દૂર થાય, તે છે દર્શનમોહ એટલે કે મિથ્યાત્વ. એ અવરોધ દૂર થવાના પરિણામે પોતાનો અનુભવ કર્યો, પોતાને નિહાળ્યો, પોતાનું દર્શન થયું, પોતાને જોયો, તેમાંથી એક સ્વાદ આવ્યો, તેથી એમ લાગ્યું કે અત્યારસુધી સુખ માટે બહાર ફાંફા મારતો હતો, પરંતુ હવે ખજાનો હાથ લાગી ગયો, અધિકાર મળી ગયો, પરંતુ ખજાનો ખોલવાનો બાકી છે. ચેક બેંકમાં ભર્યો પણ પૈસા મેળવવાના બાકી છે, તેમ અધિકાર પ્રાપ્ત થયો, હવે સ્વરૂપમાં રમણતા પ્રાપ્ત કરવાની છે, તે ક્ષણભર આવે તે સ્વરૂપમણ ચારિત્ર, અને એ સ્વરૂપ રમણતા વધતી જાય, વધતી જાય-પાંચમે, છટ્ટ અને સાતમે. પછી સઘન અવસ્થા પ્રાપ્ત થાય. એવી સઘન અવસ્થા આવે છે ત્યારે શ્રપક શ્રેણી કે ઉપશમશ્રેણી મંડાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy