________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૯૩ બગડે. પુદ્ગલ દ્રવ્યનો સંયોગ આત્માને થયો.
સોનું અને માટી ખાણમાંથી નીકળે છે અને સુવર્ણકાર એ બંનેને જુદા પાડે છે, તેમ કર્મ અને આત્માનો અનાદિથી સંયોગ છે અને સાધક તેને જુદા પાડે છે. સાધકનું કામ, થયેલાં કર્મના સંયોગને દૂર કરવો તે છે, અને કર્મના સંયોગની પેદાશ એટલે કે તેનું ફળ તે આ સંસાર. આત્મા છે એ અનાદિનો, કર્મ છે અનાદિના, આત્મા અને કર્મનો સંયોગ પણ અનાદિનો, એટલે બન્નેનો સંયોગ છે ત્યાં સુધી સંસાર ઊભો થયા કરશે. ગમે તેટલા કંટાળા સાથે હાથ જોડીને કહો કે અમારે સંસારમાંથી મુક્ત થવું છે, પરંતુ બેટા ! તું તારા કર્મના સંયોગને દૂર કર. કર્મ સંયોગ દૂર થાય તો કર્મમાંથી ઉત્પન્ન થતો સંસાર પણ દૂર થઈ જાય. એ બાય પ્રોડક્ટ છે. સંસારમાં કષાય હોય, રાગ દ્વેષ હોય, મોહ હોય, વાણી, શરીર, અશુભ કર્મો, અશુભ પ્રવૃત્તિ હોય, કર્મનો બંધ હોય, ફરી કર્મનો સંયોગ થાય અને ફરી ચક્ર ચાલુ.
આવા સંસારના ચક્રમાં આપણે છીએ. બન્ને વસ્તુઓ જુદી જુદી છે, સોનું અને માટી બન્ને સાથે મળ્યાં છે, તો તેમાંથી માટીને દૂર કરવી તેમ આત્મા તથા કર્મો સાથે મળ્યાં છે તો કર્મને આત્માથી દૂર કરવાનાં રહ્યાં. એ કર્મને દૂર કરવાની સાધના તેને કહેવાય છે. પર્યાય શુદ્ધિની સાધના. જૈન દર્શન સ્પષ્ટ વાત કરે છે-“ભાવ કર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ.” ભાવકર્મ જ્યારે અંદર થાય ત્યારે બહાર કર્મની રચના થાય. કર્મો તો કહે છે કે “અમે તટસ્થ છીએ. અમે તમને વળગવા આવતાં નથી. તમારે અને અમારે શું લેવા દેવા છે? પણ એક વાત છે. તમે જો કંઈ કરશો તો અમારે આવવાની ફરજ થઈ પડશે.' લોહચુંબકના એરિયામાં જો લોઢું જશે તો સ્વાભાવિક રીતે લોહચુંબક લોઢાને ખેંચશે. સોનું કે હીરાકણી આવે તો કંઈ નહિ કરે, પણ લોખંડનો કટકો આવે તો જ લોખંડને ખેંચે. લોહને પોતા તરફ આકર્ષિત કરવું તે લોહચુંબકનું કામ છે, તેવી જ રીતે જીવ અંદરમાં રાગ દ્વેષ કરે એટલે કે અંદરમાં ભાવકર્મ કરે, કષાયો કરે, વિકારો કરે, વાસનાઓ કરે, ઈચ્છાઓ અને તૃષ્ણાઓ કરે, અભિલાષા કરે, મનથી, વચનથી અને કાયાથી અશુભ પ્રવૃત્તિઓ કરે તો કર્મો આવીને વળગે. આ જે કર્મો અંદર આવે છે, વળગે છે, એના કારણે અશુદ્ધિ થાય છે. આપણે વિક્ષિપ્ત થઈએ છીએ. એ અશુદ્ધિ દૂર કરવાની સાધના તેને પર્યાય શુદ્ધિની સાધના કહે છે.
સમજી લો, તમારી પાસે આત્મદ્રવ્ય આજે પણ અકબંધ છે અને અખંડ છે. આત્મા તો પ્રાપ્ત જ છે, પણ તમારી નજર ત્યાં જતી નથી. એક કવિએ કહ્યું છે કે “નયનાની આળસે રે, મેં હરિને નિરખ્યા નહિ.” હરિ તો સાક્ષાત્ છે, પ્રગટ છે. જ્ઞાનશક્તિથી જગતમાં વ્યાપ્ત છે પણ આપણે તેને જોઈ શકતાં નથી, કારણ કે તે નિરાકાર છે. એ દુર્લભ છે માટે જોઈ શકતાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org