________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૯ આવવાની, પણ આપણી વચ્ચે તેઓને આવવાની જરૂર એટલા માટે છે કે આપણી વચ્ચે કોઈ સત્પાત્ર હોય, મુમુક્ષુ જીવ હોય તો એ આત્માનું કલ્યાણ, તેનો ઉદ્ધાર આવા જ્ઞાની પુરુષના યોગથી થાય છે.
જ્ઞાની પુરુષોમાં જે કરુણાની ઘારા હોય છે, તે ધારા બે ભાગમાં કામ કરે છે. એક બહારથી જે દુઃખી છે, ભૂખ્યો છે, તરસ્યો છે, ખાવા પીવાનું નથી, કડકડતી ઠંડીમાં પહેરવા-ઓઢવા વસ્ત્રો નથી, વિકલાંગ છે, રોગી છે, અંધ છે, દુઃખથી ઘેરાયેલો છે, મુશ્કેલીમાં છે, એનું દુઃખ જોતાં હૈયું દ્રવી જાય, એમ થાય કે હું તેનું દુઃખ દૂર કરવા ઉપયોગી થઈ શકું, આવી 'દુ:પ્રાછા ’ હૈયામાં જાગે છે, એને દ્રવ્યકરુણાની ધારા કહે છે. આમાં ધ્યાન શરીર તરફ છે, બહારની પરિસ્થિતિ તરફ છે.
બીજી ભાવ કરુણાની ધારા છે તે શ્રેષ્ઠતમ છે. આ જગતના જીવો અનંત દુઃખમાં અટવાયેલા છે. મોહમાં અટવાયેલા છે, રાગ દ્વેષથી, કષાયોથી, વાસનાઓથી, વિકારોથી ઘેરાયેલા છે, આ જ એમના બધા દુ:ખનું મૂળ છે. ભૂખ્યાને અન્ન આપશો, ફેર ભૂખ લાગશે, તરસ્યાને પાણી આપશો, ફેર તરસ લાગશે, પણ કોઈ એવી અવસ્થા હશે કે જેમાં આ બધા દુઃખો ન હોય? હા, છે, દેહ રહિત અવસ્થા. જ્યાં શરીર જ ન હોય. મહાપુરુષો કહે છે કે આપણને સૌથી વધુ આસક્તિ આ શરીર પ્રત્યે છે ને તમામ દુઃખોનું મૂળ પણ આ શરીર જ છે. એવી ઘટના ઘટે કે તમે હો પણ દેહમાં ન હો. તમારું અસ્તિત્વ કોઈ પણ સંજોગોમાં નાબૂદ થઈ શકે તેમ નથી. તમે નિત્ય છો, શાશ્વત છો, સદાજીવી છો.
अजो नित्यः शाश्वतोऽयं पुराणो, न हन्यते हन्यमाने शरीरे । (भ.गीता २/२०)
દેહમાં ન હોવું ને આપણું (આત્માનું) અસ્તિત્વ હોવું, તેને જ્ઞાની પુરુષો મોક્ષ કહે છે. આ અદ્ભુત અવસ્થા છે. સર્વ દુઃખથી મુક્ત આ અવસ્થા આપણને પ્રાપ્ત થાય એવી ચિંતા જ્ઞાની પુરુષોએ કરી છે. મા તો બાળકને જન્મ આપ્યા પછી ચિંતા કરે, બાપ બાળક હાથમાં આવ્યા પછી ચિંતા કરે, પણ આપણી ઓળખાણ ન હતી, આપણો પરિચય ન હતો, એ વખતે જેમણે આપણા હિતની ચિંતા કરી છે એવા આ જ્ઞાની પુરુષો છે.
કર્મ રહિત થયા વગર દેહ રહિત થવાતું નથી, કર્મ રહિત તો જ થવાય કે જો રાગદ્વેષ રહિત થવાય. જગતના જીવો રાગદ્વેષમાંથી કાયમ માટે મુક્ત બને એવો ભાવ જેમનામાં જાગે છે તે કરુણાવંત જ્ઞાની પુરુષોનો આપણા ઉપર અનંત ઉપકાર છે.
रागो य दोसोवि य कम्मबीयं, कम्मं च मोहप्पभवं वयंति। कम्मं च जाइमरणस्स मूलं, दुक्खं च जाइ मरणं वयंति ॥
(ઉત્તરાધ્યયન ૩૨/૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org