SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા સાધક જીવ છે તે સાધના કરે છે, તેમ મતાર્થી પણ સાધના કરે છે. તે સાધના કરતો નથી તેમ નહિ, ગુરુને પણ માને છે, ધર્મને પણ માને છે, શાસ્ત્રને પણ માને છે, સાધનાનો સ્વીકાર પણ કરે છે, ધ્યાનનો સ્વીકાર પણ કરે છે, પણ તેનો નિર્ધાર અવળો હોય છે. અનંતકાળ આ જીવે જે કાઢ્યો તે એમને એમ કાઢ્યો નથી. માર્ગ મળ્યો નથી તેમ નથી. જ્ઞાની પુરુષ નથી મળ્યાં તેમ નથી, પણ જ્યારે જ્યારે જ્ઞાની પુરુષ મળ્યા છે ત્યારે ત્યારે તેનો નિર્ધાર અવળો હતો. નિર્ધાર એટલે નિશ્ચય, સ્વીકાર. નિર્ધાર એટલે મનમાં જેની સ્વીકૃતિ કરી છે તે. તે સવળી પણ હોઈ શકે અને અવળી પણ હોઈ શકે. સવળી હોય તો માર્ગ બદલાય. અવળી હોય તો જુદા માર્ગ પર જાય, માટે મહાપુરુષોએ કહ્યું છે કે જ્ઞાની પુરુષો મુમુક્ષુ પર કામ કરશે. સંગુરુ મળે બહુ આનંદની વાત, સપુરુષ મળે ઘણાં સૌભાગ્યની વાત, પણ સગુરુ મળ્યા પછી આપણાં પોતાનામાં કામ થઈ શકે અને તેઓ આપણા ઉપર કામ કરી શકે એવી ભૂમિકા સાધકે પૂરી પાડવાની છે. વરસાદ આવશે પણ ખેતર તૈયાર ન હોય તો, ખેડૂત કરશે શું? તેમ સદ્ગુરુ મળશે પણ મુમુક્ષુ તૈયાર ન હોય તો સાધના થશે કેવી રીતે? જીવે આ ભૂલ કરી છે. મુમુક્ષુતાનું ખેતર તેણે તૈયાર કર્યું નથી. મતાર્થી અને મુમુક્ષુ એ બન્ને જુદી જુદી અવસ્થામાં છે. મતાર્થી પણ સાધના કરે છે, એ તપ કરે છે. એ પણ વ્રત અને અનુષ્ઠાન કરે છે, એ પણ કર્મકાંડ કરે છે અને શાસ્ત્રો પણ વાંચે છે. એ પણ સિદ્ધાંતો અને તત્ત્વની વાત કરે છે, એ પણ જ્ઞાનની વાતો કરે છે, એ પણ આત્માની અને પરમાત્માની વાત કરે છે. આટલું બધું થતું હોવા છતાં તેનો નિર્ધાર અવળો છે. માટે પરમકૃપાળુ દેવ કહે છે કે, . હોય મુમુક્ષ જીવતે, સમજે એહ વિચાર. ૪૩મી ગાથાથી ગુરુ શિષ્યના સંવાદથી એ વિચાર, તત્ત્વ વિચાર રજુ કરવાના છીએ. એ અમારો વિચાર હજારો લોકો સાંભળશે પણ મતાર્થી ગ્રહણ નહિ કરે. મુમુક્ષુ જ ગ્રહણ કરશે. આ સુવિચારનો પ્રારંભ થાય અને મતાર્થીપણું ટળી, મુમુક્ષુપણું આવે તો અંદરની અવસ્થા બદલાઈ જશે માટે “હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર’, આ વિચાર મુમુક્ષુ જીવ પ્રાપ્ત કરશે. ફરી પૂછો કે બુદ્ધિ જોઈશે? ભલે બુદ્ધિ રહી. તીક્ષ્ણ બુદ્ધિ જોઈશે? ભલે તીક્ષ્ણ બુદ્ધિ રહી, પણ સમજવા માટે આંતરિક અવસ્થા જોઈશે અને આંતરિક અવસ્થા માટે મુમુક્ષતા જોઈએ તેમ કહે છે. હોય મતાર્થી જીવ તે અવળો લે નિર્ધાર.” આ નડે છે અને એવું નડે છે કે જે સત્ય જાણે છે તે ખોટું જાણે છે, મિથ્યા જાણે છે. માર્થી જીવ વિપરીત જાણે છે અને નિર્ધાર કરે છે. મુશ્કેલી ત્યાં નડે છે કે ખોટું જાણે છે અને પ્રાણ જાય તો ભલે જાય પણ મારી વાત નહિ છોડું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy