________________
૨૩૩
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા વિનયમાં પ્રવર્તન પણ થઈ શકે. આવી અવસ્થા કેવળજ્ઞાનીને પ્રાપ્ત થયેલ હોવા છતાં, એ ભગવાન વિનય કરે છે. વિનયનું આવું માહાભ્ય છે. પરંતુ સાથે સાથે બીજી વાત, જે સદ્ગુરુનો કેવળી ભગવાન વિનય કરતાં હોય, તે સદ્ગુરુને ખબર પડે કે શિષ્યને કેવળજ્ઞાન થયું છે, તો તુરત જ શિષ્યને પૂજ્ય ગણીને સદ્ગુરુ તેની સેવા અને વૈયાવચ્ચ કરવા લાગી જાય છે. આ આધ્યાત્મિક જગતની અદ્ભુત વાત છે. માટે ભગવાન કહે છે વિનયથી સ્વને પણ લાભ થાય અને પરને પણ લાભ થાય. આવા વિનયનો માર્ગ કદી છોડતાં નથી. ગાથા શું આવી?
જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન,
ગુરુ રહ્યા છપસ્થ પણ, વિનય કરે ભગવાન. આ આધ્યાત્મિક નિયમ છે. શાસ્ત્રથી પર બનતી ઘટના છે. ગુરુ શિષ્ય વચ્ચેની સંધિ છે. કેવળજ્ઞાનીની અવસ્થા કેવી અદ્ભુત છે? વિનયનું કેવું માહામ્ય છે? અને આટલી બધી અદ્ભુત વાત કરતી વખતે કૃપાળુદેવનાં ખ્યાલમાં છે કે આ વાતનો વધારેમાં વધારે ગેરફાયદો પણ થઈ શકે તેમ છે, તેથી તેમણે કડક ચેતવણી આપી છે કે સદ્ગુરુઓ લાભ લેતાં નથી પણ અસગુરુઓ પૂરેપૂરો લાભ લીધા વગર રહેતા નથી.
એવો માર્ગ વિનયતણો, ભાખ્યો શ્રી વીતરાગ,
મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ આ વિનયનો માર્ગ વીતરાગે કહ્યો છે. “મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સુભાગ્ય. જે સુલભબોધિ છે, જે નજીકમાં મોક્ષ પામવાનો છે, તે પાત્ર માટે સુભાગ્ય શબ્દ વાપર્યો છે. સુભાગ્ય એટલે જે ભાગ્યશાળી છે, જેનું સારું ભાગ્ય છે. જે સુલભતાથી બોધ પામે છે અને જે નિકટમાં મોક્ષે જવાનો છે. આ ગાથામાંથી એક વાત સ્પષ્ટ સમજી લેજો કે કોઈપણ સગુરુ, સદ્ગુરુ થવા માટે કોશિશ કરતાં નથી, અને અસદૂગુરુ કોશિશ કરવાની બાકી રાખતાં નથી. સદ્ગુરુને કેવળજ્ઞાન થયું ન હોય અને શિષ્યને જો કેવળજ્ઞાન થાય તો તે કેવળજ્ઞાની થઈને પણ સદ્ગુરુની વૈયાવચ્ચ સેવા કરે છે. અને સદ્ગુરુને ખબર પડે કે આ શિષ્યને કેવળજ્ઞાન થયું છે તો તે પોતાની સેવા છોડાવી તે શિષ્યની સેવા કરવા લાગી જાય છે. આવો વિનયનો માર્ગ છે. અહીં સગુરુની યાત્રા હજુ અધૂરી છે, ક્ષપકશ્રેણી માંડવાની બાકી છે. એ માંડશે પછી કેવળજ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કરશે. પરંતુ તેઓ પણ પોતાનો વિનય છોડતાં નથી. અને અસગુરુ જેનામાં આ પ્રકારે અવસ્થા નથી અને પોતાને સગુરુ મનાવે, અને આવું મનાવવા કહે કે જુઓ, કેવળજ્ઞાની પણ સદ્ગુરુની સેવા કરે છે, માટે તમે અમારી સેવા કરો. એવું જો કહેતાં હોય તો કૃપાળુદેવે કહ્યું કે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org