________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૩૩ સદ્ગુરુની અવસ્થાનું વર્ણન છે. સદ્ગુરુને જો તમે ફૂટપટ્ટી લઈને માપવા નીકળશો તો સદ્ગુરુને માપી નહિ શકો. સદૂગુરુને ઓળખી નહિ શકો.
રોજબરોજના જીવનમાં સદ્ગુરુની જરૂર આપણને લાગતી નથી. સદ્ગુરુ વગર અટકીને ઊભા રહ્યા હોઈએ એવો કોઈ દિવસ યાદ આવે છે ખરો? ધન વગર ન ચાલે, સ્ત્રી વગર પણ ન ચાલે, પતિ વગર ન ચાલે અને ડૉક્ટર વગર કે વકીલ, શિક્ષક અને એન્જિનીયર વગર પણ ન ચાલે, અને શાકભાજી, દૂધ વગર ન ચાલે, પણ સદ્ગુરુ વગર ચાલે. એમની શું જરૂર છે? જીવનમાં તેમની આવશ્યકતા શું? ભૌતિક જીવનમાં સદ્ગુરુ વગર ચાલે છે. ધાર્મિક જીવનમાં સદ્ગુરુ વગર ચાલે છે, પણ એક આંતરિક ઘટના એવી ઘટે છે કે જે ઘટના ઘટ્યા પછી ગુરુ વગર ચાલતું નથી. જેમ આંબા ઉપર મહોર આવે અને કોયલ ખાય પછી કોયલને ગાયા વગર ચાલતું નથી. કોણ કોયલને કહેશે કે તું ગા? કોણ એને પૈસા આપે છે? કોણ એનો કાર્યક્રમ ઘડે છે? કોયલની સંગીત સંધ્યા કોણ રાખે છે? પણ કોયલ ટહુકે છે. એ મસ્તીથી ગાય છે. કોયલનો ટહુકો સાંભળનારના દિલને રણઝણતું કરી મૂકે છે. કોયલને ગાવું પડે છે. ગાયા વગર ન ચાલે. કારણ? એણે મહોર ખાધો છે. એ અંદરની ઘટના છે. કોયલને જ કહેશો કે “ગા” તો તે નહિ ગાય, પણ આંબાનો મહોર ખાછા પછી એ ગાયા વગર રહી શકતી નથી. આકાશમાં વાદળ આવે છે અને મોર ધરતી ઉપર ટહુકાર કરે છે. બંને વચ્ચે પ્રેમ થાય છે. હવે મોર વાદળાને જોઈને ટહુકાર કર્યા વગર રહી શકતો નથી. તેણે પ્રયત્ન કરવો નથી પડતો. રાત્રે શરદપૂર્ણિમાનો ચંદ્ર ઊગ્યો હોય અને ચકોર નામનું પક્ષી મસ્તીથી ગાયા વગર રહી શકતું નથી. આ સ્વાભાવિક છે. કોઈ તર્ક કે નિયમની જરૂર નથી. તેમ આંતરિક ઘટના ઘટે તો સદ્ગુરુ વગર નહિ ચાલે.
ભૂખ લાગે છે અને ખોરાકની શોધ ચાલુ થાય છે, ધરતી તપે છે અને વરસાદ વરસે છે, આ જેમ સ્વાભાવિક છે, તેમ જેના અંદરમાં મુમુક્ષતા જાગી છે એને સદૂગુરુની ઝંખના ચાલુ થઈ જાય છે. ““ગુરુ પ્રત્યક્ષ કે પરોક્ષ? હાજર કે ગેરહાજર?' એ ચર્ચામાં નહિ પડે. કોયલ ચર્ચામાં નથી પડતી પણ ગાયા વગર રહી નથી શકતી. ચકોર ચર્ચામાં નથી પડતું પણ ચંદ્રમાને જોયા વગર રહેતું નથી. મોર ટહુકો કર્યા વગર રહેતો નથી. ભૂખ લાગે છે ત્યારે ચર્ચામાં પડવાની જરૂર જ નથી. ભોજન શોધ્યા વગર આપણે રહી શકતા નથી. મુમુક્ષતા અંદર પ્રગટ થાય છે ત્યારે બધી ચર્ચાઓ શાંત થઈ જાય છે. જેમ મા રાતના સૂતી હોય, પોતાનું બાળક પોતાને વળગીને સૂતુ હોય, મા નસકોરા બોલાવતી હોય. આકાશમાં વીજળીના કડાકા થતાં હોય, અવાજ ગમે તેટલો થતો હોય પણ માની ઉંઘ ઊડતી નથી, પણ પોતાનું બાળક જેવું થોડુંક ઉહું કરે કે ઝટ મા જાગી જાય છે. કારણ? તે મા છે. મા ને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org