SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પ્રવચન ક્રમાંક - ૧૨, ગાથા ક્રમાંક - ૧૦ છે. આ સદ્ગુરુના અંદરના લક્ષણો છે. એમને જ ખબર પડે આપણને ખબર ન પડે. આ ત્રણ આત્મજ્ઞાન, સમદર્શિતા અને વિચરે ઉદય પ્રયોગ એ આંતરિક લક્ષણો છે. બાકીના બે લક્ષણોની બહાર ખબર પડે. તે છે અપુર્વવાણી અને પરમશ્રત. અપૂર્વવાણી જેવું જ્ઞાની બોલે છે તેવું જ અજ્ઞાની પણ બોલે છે. જેવા શબ્દો જ્ઞાની વાપરે છે તેવા જ શબ્દો અજ્ઞાની પણ ઉપયોગમાં લે છે, છતાં જ્ઞાનીની વાણી અને અજ્ઞાનીની વાણી એકદમ જુદી પડે છે, કારણ એક જ કે અજ્ઞાની જે બોલે છે એ વાંચીને બોલે છે અને જ્ઞાની જે બોલે છે તે અનુભવીને બોલે છે. કબીરજીએ કહ્યું : “કાગળ મસી ઓ નહિ, કાગળ અને શાહીને અમે હાથ પણ લગાડ્યો નથી, છતાં અમે જે કહીએ છીએ તે “આંખન દેખી”, નજરો નજર અમારી અનુભૂતિમાં છે, જેનો પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, જેનો પ્રગટ અનુભવ કર્યો છે એ અનુભવીને અમે કહીએ છીએ. તુકારામને બ્રાહ્મણો અને પંડિતો બહુ પજવતા હતાં, બહુ હેરાન કરતાં હતાં, તેઓ વારેવારે પૂછે કે તું વેદ ભણ્યો છે? તુકારામ કહે કે હું વેદ ભણ્યો નથી, હું તો અભણ છું. મને કંઈ આવડતું નથી.” તું ઋગવેદ જાણે છે? તુકારામ કહે-“ના”. “યજુર્વેદ જાણે છે?' તો કહે “ના” “ચાર વેદ જાણતો નથી અને છેવટે તુકારામે કહ્યું કે હું વેદ તો જાણતો નથી પણ ‘મામ વોક્ત તે વે’, અમે જે બોલીએ છીએ તે વેદ છે. આવું કહેવાનું સાહસ તુકારામ જ કરી શકે, કારણ કે તે જે બોલે છે તે અનુભવીને બોલે છે. જ્ઞાનીની ભાષા સરસ ન પણ હોય, સુંદર ન હોય, અલંકારિક ન હોય, ઓરેટરી ન હોય, વકર્તુત્વ કે વ્યાખ્યાનની કળા ભલે ન હોય, શબ્દોનો કલરવ એમાં ન હોય, આયોજન ન હોય, એમાં કાલીદાસ, ભવભૂતિ કે બાણ કવિઓના શબ્દો ન હોય અને કાલીઘેલી ભાષામાં બોલતો હોય છતાં જ્ઞાનીનું વાક્ય અનુભવનું વાક્ય છે અને પંડિતનું વાક્ય ગોખેલું વાક્ય છે. અપૂર્વવાણી એટલે જે હૃદયને ટચ કરે, અંદરને સ્પર્શ કરે, અંદર હલબલાવી નાખે, અંદરના તાર ઝણઝણી ઊઠે. આ કામ જ્ઞાનીની વાણી કરશે. પંડિત કે વકતા જ્યારે બોલશે ત્યારે તમે એમ કહેશો કે “કેવું સરસ બોલે છે !' પણ એ વાણી અસરકારક નહીં થાય. પાંચમું લક્ષણ પરમકૃત છે. ષટ્રદર્શનના તાત્પર્યને પણ સદ્ગુરુ જાણતા હોય છે. આ જગતમાં મુખ્ય છ દર્શનો છે. તેમના પેટા ભેદો પણ અનેક છે. (૧) સાંખ્ય-યોગ (૨) બૌદ્ધ (૩) જૈન (૪) ન્યાય-વૈશેષિક (૫) પૂર્વ મીમાંસા-ઉત્તર મીમાંસા (૬) ચાર્વાક અને (૭) વેદાંતદર્શન. પેટા ભેદો સહિત પદર્શનને જે જાણે છે, તેના તાત્પર્યને જે જાણે છે, એવી અવસ્થા જેની છે તે પરમશ્રુતજ્ઞાન છે. આ પાંચ લક્ષણ અર્થાત્ આત્મજ્ઞાન, સમદર્શિતા વિચરે ઉદપ્રયોગ, અપૂર્વવાણી અને પરમશ્રુત જેનામાં છે તેને કહેવાય છે સદ્ગ. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy