________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
સકલ જગત છે એંઠવત, અથવા સ્વપ્ન સમાન, તે કહીએ જ્ઞાનીદશા, બાકી વાચાજ્ઞાન.
આ જ્ઞાન અને બાકી બધું ભ્રાંત. આવી ઘટના ઘટે અને મોહનો ક્ષય થાય તો જીવ નિર્વાણપદની પ્રાપ્તિ કરે છે.
૪૧૧
આ ક્રમથી સાધકની યાત્રા ચાલુ થાય છે. અમારે એ કહેવું છે કે ‘ઉપજે જે સુવિચારણા’, જે સુવિચારણા અંદર ઉત્પન્ન થાય છે અને જેનાથી મોક્ષમાર્ગ સમજાય છે તે વાતનો અમે ગુરુ શિષ્યના સંવાદથી પ્રારંભ કરીશું. એ વાત ષપદમાં અમે જે કહેવાના છીએ તે ૪૩મી ગાથાથી શરૂ થશે. જે સુવિચારણા પ્રગટ થઈ, જેનાથી મોક્ષમાર્ગ સમજાયો એ ગુરુ શિષ્યના સંવાદથી પ્રગટ કરેલ છે. મધુર શૈલીમાં શિષ્ય પૂછતો જાય અને સદગુરુ સમાધાન કરતાં જાય. જ્ઞાની પુરુષ એમને એમ નહીં બોલે. તમે કંઈ પૂછશો તો એ બોલશે. જેટલાં શાસ્ત્રો થયાં છે, તે પ્રશ્નોમાંથી ઊભા થયાં છે.
તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા । (ભ. ગીતા)
પૂછો એટલે માથું ખાવા માટે નહિ પરંતુ સમજવા માટે પૂછો. એવા પ્રશ્નોમાંથી સંવાદ રચાય છે. ગુરુ શિષ્યના સંવાદથી છ પદો કહેવાનો પ્રારંભ હવે કરીશું.
અહીંથી, સાચા અર્થમાં આત્મસિદ્ધિની શરૂઆત થાય છે. અત્યાર સુધી જે વાત થઈ તે પૂર્વભૂમિકા માટે થઈ. હવે ષટ્કદનું વર્ણન અદ્ભુત રીતે પરમકૃપાળુદેવ કરશે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org