________________
૨ ૬૪
પ્રવચન ક્રમાંક - ૨૩, ગાથા ક્રમાંક - ૨૫ સંન્યાસીઓ કહે છે કે તુંબડીઓ અને લંગોટીઓ બળે નહિ તેથી લેવા જઈએ છીએ. આ રાગનું તોફાન છે. રાગનો વિસ્તાર પદાર્થો સાથે નથી, મમત્વ અને આસક્તિની તીવ્રતા સાથે છે. સંસારનું મૂળ રાગ છે. જગતના ધર્મો એમ કહે છે કે દ્વેષ દૂર કરો, પ્રેમથી રહો, મૈત્રીભાવ કેળવો, એ સારું છે, પણ જૈનદર્શન એથી આગળ વધીને કહે છે કે રાગને દૂર કરો, કેમ? રાગ જો હશે તો દ્વેષ ઉત્પન્ન થશે. દ્વેષની ઉત્પત્તિ રાગના કારણે થાય છે, માટે જૈનદર્શન રાગને દૂર કરવાનું કહે છે.
જગતમાં અનંતા જીવો છે, તેમાં રાગ ભાગલાં પાડે છે. આ મારી વ્યક્તિ, આ મારો પદાર્થ, આ મારી વસ્તુઓ, આ મારા સંયોગો, આ મને ગમે છે, આ મને વ્હાલું છે, આ મારું છે. આમ રાગે ભાગ પાડ્યાં એટલા માટે તો કમ્પાઉન્ડ વોલ કરવી પડે છે અને ખેતરમાં વાડ કરવી પડે છે. વાડ ન કરો તો ન ચાલે ? ખેતરમાં વાડ કરવી પડે, નહિ તો કોઈ ઘૂસી જાય. આ કોણ કરાવે છે ? રાગ કરાવે છે, રાગ વહેંચે છે, જુદાં કરે છે, અને ભાગલાં પાડ્યાં પછી આ મારું છે, આ મને ગમે છે, તેથી આસક્તિ વધે છે. આ મને ગમતો નથી, તેને કહેવાય છે ષ. ઘણાં પતિ-પત્ની ઝગડે ત્યારે કહેતાં હોય છે, આ જન્મમાં મળ્યાં તે મળ્યાં, હવે પછી મોઢું જોવું નથી. હું કહું છું કે આવતા જન્મમાં એનું જ મોઢું જોવું પડશે, કારણ કે અણગમો અને દ્વેષ કર્યો. પહેલા રાગ થાય છે અને એ રાગ થયા પછી જે નડે છે, તેના પ્રત્યે દ્વેષ થાય છે.
ધૃતરાષ્ટ્રને કૌરવો પ્રત્યે રાગ, તો પાંડવો પ્રત્યે દ્વેષ થયો. ધૃતરાષ્ટ્ર રડે છે. હું પાંડવો માટે કંઈ કરી શકતો નથી. પાંડવો સુખી થાય અને કૌરવો સાથે તેઓએ રહેવું જોઈએ એમ પણ કહે છે, પરંતુ મનમાં ઊંડે ઊંડે છે કે મારો દુર્યોધન મને વ્હાલો છે, અને સત્તા તો તેના હાથમાં જ આવવી જોઈએ, પાંડવોનાં હાથમાં નહિ. આ રાગ છે.
રામ અને રાવણને શું લેવા દેવા? કહો, મળ્યાં જ નથી, શેનું વેર? શેનો દ્વેષ? શેનો તિરસ્કાર? શા માટે ? વચમાં કંઈક આવ્યું-એ રાગ આવ્યો. કોના પ્રત્યે? સીતાજી પ્રત્યે. સીતાજીને રાવણ પ્રત્યે રાગ નથી, તે તો રાવણને કહે છે કે તું અહીં આવીશ નહિ. છેટો રહે. અશોકવાટિકામાં તું પગ મૂકીશ નહિ. રાવણની તાકાત નથી કે આ રેખા ભેદીને આગળ આવી શકે. પરદારાનો સંગ કરીને, આખરે ઉગર્યું કોણ?”હે રાવણ ! પરદારાનો સંગ કરીને કોનું ભલું થયું છે? તને મારા દેહ પ્રત્યે રાગ છે, મારા પ્રત્યે નહિ. સીતાજીને રાવણ પ્રત્યે રાગ નથી એટલા માટે તો રાવણને સીતાજીનું અપહરણ કરવું પડ્યું, અને તેથી રામ પ્રત્યે દ્વેષ થયો. રામ તો વચ્ચે બીનજરૂરી આવી ગયા. છૂટકો જ નથી. રાવણ રામને વચ્ચે ખેંચી લાવ્યો. આ કોનો ખેલ થયો? રાગનો ખેલ થયો. શાસ્ત્રો એમ કહે છે કે સંસાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org