________________
૩૬૬
પ્રવચન ક્રમાંક - ૩૨, ગાથા ક્રમાંક - ૩૫ પોતાનો પ્રશ્ન મનમાં રાખીને જ ફર્યા. જ્યારે ભગવાન મહાવીરસ્વામીના સમવસરણમાં ગયા ત્યારે તેમનો ગર્વ ઓગળી ગયો. ભગવાન મહાવીર કહે છે, “ઈન્દ્રભૂતિ ! તમને આત્મા છે કે નહિ તે શંકા છે ને ? આત્મા વિષયક તમારા મનમાં પ્રશ્ન છે ને? વેદના આ વાક્યનો અર્થ તમને બેસાડતાં આવડ્યો નથી માટે આ શંકા ઊભી થઈ છે. ભગવાને વેદના વાક્યોનો સંગતિપૂર્વક અર્થ સમજાવ્યો અને તેમની શંકાનું તુરત જ સમાધાન થયું, ઈન્દ્રભૂતિ મટ્યાં અને ભગવાનના પ્રથમ ગણધર ગૌતમ સ્વામી બન્યા.
કામવાસના, ક્રોધ, પરિગ્રહની આસક્તિ, અતિ આહાર, અભક્ષ આહાર, આ બધા જે દોષો છે તે પોતે મહેનત કરવાથી મટતાં નથી પણ સદ્દગુરુના યોગથી, તેમની આજ્ઞા ધારણ કરવાથી, મનનું સમાધાન થવાથી, દૂર થાય છે. સદ્ગનો યોગ જો થાય તો માર્ગ મળે. આટલો મોટો લાભ સગુરુથી થાય.
પ્રત્યક્ષ સગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર, ત્રણે યોગ એકત્વથી વર્તે આજ્ઞાધાર. આવી અભુત સાધના આ ૩૫ મી ગાથામાં વર્ણવી છે. આના સંદર્ભમાં એક બે વાતો કરવાની છે તે ૩ મી ગાથામાં થશે.
અત્યારે આનંદ માનો, ઉલ્લાસ રાખો, જ્ઞાની પુરુષે આ કાળમાં કેવી કેવી ગંભીરતા ભરેલી વાતો કરી છે, તેની આવતીકાલે ચર્ચા કરીશું.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org