SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ XXIII મીરા, નરસિંહ, ભર્તુહરિ, ઉમાશંકર જોષી, દાસ રણછોડ, આઈન્સ્ટાઈન આદિના પદો, મંતવ્યો આપીને તત્ત્વને વિશદ રીતે સ્પષ્ટ કર્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર સત્સંગ મંડળ (સાંતાક્રુઝ, પાર્લા, અંધેરી)ના સર્વેએ પૂજ્ય ગુરુજી પ્રત્યે પોતાના ભાવો વ્યક્ત કરતાં જણાવ્યું કે, સૌમ્ય મલપતી મુદ્રાને પ્રેમ અમીરસ ઢોળતી નજરો, ઋષિતુલ્ય તેજસ્વી પ્રતિભાને જ્ઞાનસભર રસવાણી, ચૈતન્યની અનુભવ વાણી, પરમાર્થની હિતકારી, કદી ન ભૂલાય ગુરુજી, મૂરત આપની ન્યારી. પરમ પ્રેમ અને નિષ્કારણ કરૂણાશીલતાથી વહેતી આપની જ્ઞાન ગંગા સર્વ મુમુક્ષુઓ અને સાધકો ઉપર વરસતી રહે ને આપની કૃપા પ્રસાદીથી, આત્મજાગૃતિથી સહુ નિજાનંદને પામે એ જ અભ્યર્થના.” બુધ જનોને કદાચ આમાં સાહિત્યિક સૌંદર્ય કે વિદ્વદભોગ્યતા ન પણ જણાય પણ સંકલન કર્તાઓનો ઉદ્દેશ એક જ રહ્યો છે કે પૂ. ગુરુજીનો અસ્મલિત ધારા પ્રવાહ જળવાય ને વાચક વર્ગને પૂ.ગુરુજી સાક્ષાત્ પ્રવચન આપી રહ્યા હોય તેવો ભાવ હૈયે સ્પર્શે. | મુમુક્ષુ આત્માઓ આ ગ્રંથના વાંચન, ચિંતન, મનન દ્વારા સદાગમના (જ્ઞાન-જ્ઞાનીના) | બહુમાનપૂર્વક આત્મતત્ત્વના બોધને પ્રાપ્ત કરે, બોધને અનુરૂપ આચરણ કરે, દુષ્કર્મોનો પશ્ચાતાપ કરે, કષાયોનો ત્યાગ કરે, ઇંદ્રિયગણને સંયમમાં રાખે, આશ્રવદ્વારો બંધ કરે અને સભૂતગુણોનું પોષણ કરી, ભવપ્રપંચથી મુક્ત બને, એ જ મંગલકામના. લઘુકર્માને કિરિયા ફલ દીયે, સફલ સુગુરુ ઉપદેશ, સેર હોય તિહાં કૂપ ખનન ઘટે નહિ તો હોઈ કલેશ. (ઉપા. યશોવિજયજી મ.સા. શ્રીપાળરાસ) આ ગ્રંથ સંકલનમાં જે કંઈ ક્ષતિઓ હોય તે અમ છદ્મસ્થોની છે, તથા વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ મિચ્છામિ દુક્કડં. સાધ્વી પ્રિયદર્શનાશ્રી યોગનિષ્ઠ આચાર્ય વિજય કેશરસૂરી મહારાજના આશાવર્તિની, પરમ યોગિની પૂ. સાધ્વીજી જ્ઞાનશ્રીજી મહારાજના શિષ્યા પરમવિદૂષી પૂ. સાધ્વીજી વિનયશ્રીજી મહારાજની ચરણકિંકરી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy