SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ક્રમાંક - ૬, ગાથા ક્રમાંક - ૫ તમામ ભાવો વિનાશી છે. હું અવિનાશી ભાવ જગત કે નિશ્ચય સબહી વિનાશી, જગતના બધા ભાવો વિનાશી અને આ પુદ્ગલ ગમે તેટલું સુંદર, રૂપાળુ અને સોહામણું હોય તો પણ વિનાશી એટલે મીરાંએ કહ્યું કે, “મુખડા ક્યા દેખે દર્પનમેં હવે શું મોટું જોયા કરવું? હાડ જલે જેસે લકડેકી મૌલી, બાલ જલે જૈસે ઘાસકી પોલી, (કબીરજી) જ્ઞાનીઓએ કહેવામાં કંઈ બાકી નથી રાખ્યું. “ખીલ્યાં જે ફુલડાં આજે, જરૂર તે કાલ કરમાશે.” આસો સુદ પૂર્ણિમા આવી, આકાશમાં ચાંદો ખીલ્યો અને પછી પાછું ઘોર અંધારું. તો ચાર દિવસના ચાંદરડાની આવી મમતા શા માટે.” “હું અવિનાશી ભાવ જગતકે, નિશ્ચય સબહીવિનાશી, ઐસી ધાર ધારણા ગુરુગમ, અનુભવ મારગ પાસી જાકું જ્ઞાનકળા ઘટ ભાસી.” આને કહેવાય છે જ્ઞાની, જે જાણે પણ છે અને જીવનમાં ઉતારે પણ છે, જીવનમાં જીવે છે, પણ મોહના આવેશમાં આવતો નથી. તે મોહના આવેશમાં વર્તતો નથી પણ સમતામાં વર્તે છે, ધ્યાનમાં વર્તે છે. તે પ્રેમમાં વર્તે છે. તે તપમાં વર્તે છે. તે વૈરાગ્યમાં વર્તે છે. એ અસંગ દશામાં વર્તે છે. તે વિષયોથી પર વર્તે છે. કષાયોથી પર વર્તે છે. એ ઉપશમના સાગરમાં ઝીલે છે. પરથી મુક્ત બની, પોતાના સ્વભાવમાં વર્તે છે. જ્ઞાનીની આંતરિક અવસ્થાનું વર્ણન નહીં થઈ શકે તેમની અનુભવ દશા વર્ણવી નહીં શકાય. જિન્હી પાયોતિનિહિ છિપાયા, ન કહે કોલકે કાનમેં, તાલી લાગી જબ અનુભવ કી, તબ જાને કોઉ સાનમેં, હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં. આવી અંતરંગ અવસ્થા છે. જ્ઞાનીની અલૌકિક અવસ્થા છે. મુંબઈ પાયધૂની ઉપર રેવાશંકર જગજીવનદાસની પેઢી ઉપર કરોડો રૂપિયાનો હીરા માણેકનો વેપાર થતો હોય છતાં જ્ઞાની હોય. તે જ્ઞાનીની શું ખબર પડે ? જ્ઞાનીને ઓળખવો, પારખવો, જાણવો મુશ્કેલ છે. એને સમજવો પણ મુશ્કેલ છે. તમારી ફૂટપટ્ટી લઈ જ્ઞાનીને માપવા અને સમજવા ન નીકળશો. નહીં ઓળખી શકાય. તમે તેને ઓળખશો કઈ રીતે ? તેમની અંતરંગ દશા અલૌકિક છે. જેનાથી જ્ઞાની ઓળખી શકાય તેવા દશ લક્ષણો કોઈ આચાર્ય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy