________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૩૦૧ અરે મૃત્યુની કિંમત ચૂકવીને પણ તું આત્માને પ્રાપ્ત કરવા તૈયાર થા. આવી તૈયારી જે કરે તેને આત્મા મળ્યા વગર રહે નહિ. જીવે ભૂલ કરી છે, ક્યાં? મંદિરમાં જાય તો પણ ટ્રસ્ટી તરીકે, એમાં બહુ મઝા આવે. હું ટ્રસ્ટી છું, ખબર છે? પૂજારીને ખખડાવી નાખે. અભિષેક માટે પાણી તૈયાર નથી? ફૂલ તૈયાર નથી? તને ખબર નથી કે હું પૂજા માટે રોજ નવ વાગે આવું છું? એ ભગવાનના મંદિરમાં ભક્ત તરીકે નહિ પણ ટ્રસ્ટી તરીકે ગયો. આ જીવ જ્યાં ગયો ત્યાં પોતાનું માન લઈને ગયો.
એક વખત આ માન મૂકો તો બધું મુકાશે. તમે કહેશો કે અમે ઝેર પીવા તૈયાર છીએ પણ માન મૂકવું ઘણું કઠિન છે. ગોપીઓએ માન મૂક્યું તો કૃષ્ણ મળ્યાં. પૂણીયાએ માન મૂક્યું અને ભગવાન મહાવીર મળ્યાં. જેણે માન મૂક્યું, તે સદ્દગુરુનાં ચરણોમાં ગયા. સંગુરુનાં ચરણોમાં માન મૂકશો તો જીવનમાં આત્માના અનુભવની ઘટના ઘટશે. સાચાં સંગુરુ મળ્યો હોય, છતાં તેના તરફ લક્ષ ન આપે, એટલે ટાળે, ને બીજે વિશેષ લક્ષ આપે, એટલે જ્યાં માન પોષાતું હોય ત્યાં જાય.
લોકશાહી, સમાજશાહી, રાજાશાહી તે કરતાં મોટી ટોળાશાહી. ટોળું તમને ક્યાંય ન જવા દે. આ ટોળાશાહી માટે પરમકૃપાળુદેવે બહુ મઝાનો શબ્દ વાપર્યો છે, એ શબ્દ છે લોકસંજ્ઞા, આને ઉપનિષમાં લોકેષણા, અને જૈન પરંપરામાં લોકસંજ્ઞા કહે છે. ટોળામાં જવું આપણને ગમે છે. કોઈ જ્ઞાની પુરુષ હોય કે અષ્ટાવક્ર હોય ત્યાં કોક જનકવિદેહી હોય. વશિષ્ઠ બેઠાં હોય ત્યાં એક રામ અને એક જ માણસ હોય, ત્યાં આપણને જવું ન ગમે. ટોળું હોય તો બરાબર. આટલાં બધાં લોકો કંઈ ખોટાં હોય? એકલા છે તે બરાબર નથી. તમે સત્યને જોવા તૈયાર નથી. ટોળાંને જોવા તૈયાર છો. કોને મહત્ત્વ આપો છો? તેના ઉપર આધાર છે. લોકો શું કહેશે તેનો પણ ડર હોય ને? માન પોષાય ત્યાં જાય અને ત્યાં પોતાની શ્રદ્ધા વધારે દઢ કરે.
શ્રદ્ધા કિંમતી ચીજ છે. ભગવાન મહાવીરે કહ્યું છે કે આ મનુષ્યત્વ મળવું દુર્લભ છે, અને શ્રદ્ધા પ્રાપ્ત થવી તેથી પણ દુર્લભ છે. શ્રદ્ધા તો મુખ્ય દ્વાર છે. એ શ્રદ્ધાની મૂડી જેના ચરણોમાં અર્પણ થવી જોઈએ, તેના ચરણોમાં અર્પણ ન કરતાં, જ્યાં ન કરવી જોઈએ ત્યાં અર્પણ કરી છે. અસગુરુમાં શ્રદ્ધા રાખી તેને મજબૂત કરે છે અને અસદ્ગુરુ શિષ્યને મજબૂત કરે છે.
ગુરુ લોભી શિષ્ય લાલચુ, દોનો ખેલે દાવ,
તેરે નહિ તારે નહિ, જૈસી પત્થર નાવ. આ મોટો ખેલ દુનિયામાં ચાલે છે. આ ખેલમાંથી બહાર નીકળવું અને કોઈ જ્ઞાનીનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org