________________
૩૪૨
પ્રવચન ક્રમાંક - ૩૦, ગાથા ક્રમાંક - ૩૨, ૩૩ નહિ જેને, દઢ વૈરાગ્ય જેના મનમાં રે. ચોથી વાત - સત્ય અને અસત્ય, પારમાર્થિક અને વ્યવહારિક, આ બન્નેની તુલના કરીને અપક્ષપાતપણે સમજવાની દૃષ્ટિ જેની નથી, તે આત્મસાધના કરી શકશે નહિ.
જ્ઞાની પુરુષો અનુષ્ઠાન કરવાની ના પાડતા નથી, પણ તેમને એમ કહેવું છે કે અનુષ્ઠાનો સાથે અંતરની તૈયારી પણ જોઈશે. ગાડી ચાલે તો બે પાટા પર ચાલે. એક પાટાથી ગાડી ન ચાલે. જ્ઞાની પુરુષોએ બહારમાં અનુષ્ઠાન કરવાનું કહ્યું, અને અંદરમાં આ બધા કષાયો ન હોય તો અનુષ્ઠાન તમારા સાર્થક થાય એમ કહ્યું. તમે અનાજ ઘરમાં લાવો છો, તે સાફ કરો છો, વીણો છો. વિણામણમાં કાંકરા ફેંકવાના અને અનાજ રાખવાનું. તેમાં ભૂલ કરો છો? એમ તમે જે વખતે સાધનામાં ઢળો, આવશ્યક અનુષ્ઠાનો કરો તે વખતે ઘઉં તમારી પાસે આવ્યાં પણ માયા, કપટ રૂપી કાંકરા અંદરથી કાઢવા પડશે.
સત્ય અને અસત્ય, પારમાર્થિક અને વ્યવહારિક આ બંને સત્તાઓ જગતમાં છે, એ સત્ય અને અસત્યને તુલનાત્મક રીતથી સમ્યક પ્રકારે સમજવા અપક્ષપાત દૃષ્ટિ જોઈએ,. પક્ષપાતવાળી દૃષ્ટિ હશે તો તમે અસત્ય-સત્યનો નિર્ણય નહીં કરી શકો. એક હબસી હતો. કોલસો પણ શરમાય એવો કાળો. રાજાનો તે સેવક હતો. રાજાએ તેને કહ્યું કે દીકરી મોટી થઈ છે, તેના માટે સારો મૂરતિયો શોધી લાવો. હબસી બધે મોટા મોટા મહેલોમાં જોવા ગયો પણ તેને ગમે તેવો કોઈ રાજકુમાર ન મળ્યો. એ બધે ફર્યો અને છેવટે રાજા પાસે જઈને કહ્યું કે મહારાજા, બધે ફરી આવ્યો પણ કોઈ સારો ન દેખાયો. પરંતુ મારો દીકરો રાજકુમારી માટે યોગ્ય છે. શું થયું આ? પોતાના દીકરાનો પક્ષપાત. જ્યાં પક્ષપાત હશે
ત્યાં સત્ય-અસત્યનો નિર્ણય તમે કરી નહીં શકો. સત્યની ખોજ કરવી પડશે, તલાશ કરવી પડશે, એ માટે સાહસ કરવું પડશે. એના માટે પક્ષપાત અને આગ્રહ છોડવા પડશે. નિષ્પક્ષપાતપણે, સર્વાગીણપણે વિચાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરવી પડશે. ચારે બાજુથી તત્ત્વની વિચારણા કરવી પડશે-આને જૈન દર્શને અનેકાંતવાદ કહ્યો. તે બંને બાજુથી વિચારણા, પક્ષપાત વગર (એકાંત વગર) કરવી પડશે. હરિભદ્રસૂરિજીએ કહ્યું છે કે પક્ષપાતો ન કે વીરે, ન ટ્રેષ: પિછાવિષા અમને ભગવાન મહાવીર પ્રત્યે પક્ષપાત નથી અને કપિલાદિ પ્રત્યે દ્વેષ નથી, પણ યુતિમ વનં યસ્ય એટલે જેનું વચન યુક્તિયુક્ત એટલે ન્યાયયુક્ત છે, ન્યાય સંગત છે, તે વચન અમારે ગ્રહણ કરવાનું છે. આવી સમજણ જેનામાં નથી તે સાધના કરી શકશે નહિ.
શું સરવાળો આવ્યો? પહેલી વાત - જેના ક્રોધ, માન, માયા, લોભ વિગેરે કષાયો પાતળાં પડ્યાં નથી, એ આત્માર્થની સાધના કરી શકશે નહિ. એ પોતાના જીવનનું કલ્યાણ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org