________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
૧૧૩ માર્ગ અને એક એક સ્પષ્ટતા છે. આ જે કૃષ્ણમૂર્તિ છે અને બીજા કહેનારા છે એ એમ કહે છે કે ગુરુ જોઈએ જ નહીં. એક વર્ગ એવો છે કે ગમે તેવા ગુરુ ચાલશે, પણ ગુરુ જોઈએ. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એક મહેણુ છે કે આ નગુરો છે-ગુરુ વગરનો છે. ઘણાં લોકો એમ કહે છે કે આ નગુરાપણાનું મહેણું ભાંગવાના માટે ગુરુ કરી લઈએ છીએ. આવા ગુરુ શું કરશે? માટે અખાએ કહ્યું,
ગુરુ કર્યા મેં ગોકુળ નાથ, ગળીયા બળદને નાખી નાથ.
ધન હરે ધોખો ન હરે, અખા એવા ગુરુને શું કરે? સદ્ગુરુ જ પ્રાપ્ત થવા જોઈએ. કુગુરુ કે અસદ્ગુરુ ન ચાલે. કુળગુરુ ન ચાલે. સંપ્રદાય ગુરુ ન ચાલે. બાપા કે દાદાના ગુરુ ના ચાલે. જીવંત ગુરુ જોઈએ, સદ્ગુરુ જ જોઈએ. અને સદ્દગુરુ એવા હોવા જોઈએ કે જેમાં આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી, પરમકૃત આ લક્ષણો હોય. આવાનો ભેટો થાય. તો યશોવિજયજી મહારાજે કહ્યું છે કે આવો ભેટો થાય ત્યારે મારા કપાળમાં મોક્ષનું તિલક ખુદ ભગવાને આવીને કર્યું છે. મોક્ષ મારા બાપનો છે. કોઈ રોકી શકે તેમ નથી. માટે પરમકૃપાળુદેવે કહ્યું છે કે બીજું કંઈ શોધ મા, એક સત્પુરુષને શોધી લે પછી મોક્ષ તમારો છે. ૮૩૭ મો પત્ર આધ્યાત્મિક દસ્તાવેજ છે. અને શ્રીમદ્ઘને ઓળખવા માટેનું સૌથી મોટું શ્રેષ્ઠ સાધન છે, જેમાં સ્પષ્ટપણે તેમણે વાત કરી છે.
ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org