________________
૩૬૧
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા થાય. તમે રાગદ્વેષની ગાંઠ છોડો તો સમ્યગદર્શન થાય. એ પુણ્યનું પરિણામ નથી. એ અનિવાર્યપણે આધ્યાત્મિક સાહસનું પરિણામ છે. મોક્ષ પણ પુણ્યથી મળતો નથી. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં એક સૂત્ર આપ્યું છે. “સર્વર્મક્ષયાન્મોક્ષ: ‘ સર્વ કર્મોનો ક્ષય થાય ત્યારે મોક્ષ મળે. સર્વ કર્મોમાં પુણ્ય, પાપ, ઘાતિ કર્મો, અઘાતિ કર્મો બધું જ આવ્યું. તો મોક્ષ પુણ્યથી ન મળે. પુણ્ય હોય ત્યાં સુધી મોક્ષ ન મળે. પુણ્ય કર્મ હોય તેને પણ ભોગવવું જ પડે છે. પાપ પણ ભોગવવું જ પડે છે. પુણ્ય હોય તો દેવલોક અથવા મનુષ્યગતિ મળે. દેવલોકમાં ગયા પણ ત્યાં નાનું આયુષ્ય નથી. ઓછામાં ઓછા દસ હજાર વર્ષ અને વધારેમાં વધારે ૩૩ સાગરોપમ. દસ હજાર વર્ષ પૂરા કરવાં જ પડે. ત્યાં આત્મહત્યા થઈ શકતી નથી. એ પુણ્ય ભોગવાઈ જાય અને નીચે આવી, આધ્યાત્મિક સાધના કરે ત્યારે સર્વ કર્મોનો ક્ષય થાય તો મોક્ષ મળે. માટે એમ કહ્યું છે કે મોહનો ક્ષય પણ પુણ્યથી ન થાય. મોહનો ક્ષય સમ્યકુ ચારિત્રની આરાધનાથી થાય, મોહનો ઉપશમ, ઉપશમ શ્રેણીથી થાય. મોહનો ક્ષય ક્ષપક શ્રેણીથી થાય, અને તે માટે પુરુષાર્થ કરવો જ પડે.
હવે વાત એ કરવી છે કે પ્રત્યક્ષ સગુરુનો યોગ પુણ્યથી ન થાય. પ્રત્યક્ષ સગુરુનો યોગ પુકારથી થાય. સદ્ગુરુ માટે રોમરોમમાંથી પુકાર ઊઠે, રોમરોમમાંથી ઝણકાર ઊઠે, વેદના ઊઠે, વ્યથા ઊઠે, આંખો રોઈ રોઈ લાલ થઈ જાય, હૈયું વલોવાઈ જાય, એવી અસહ્ય પીડા જ્યારે થાય ત્યારે ગુરુ પ્રાપ્ત થાય અને સમગ્ર ચેતના તેમના માટે પુકાર કરે ત્યારે સદ્ગુરુનો યોગ થાય. સગુનો યોગ ઝંખનાથી થાય, અભિપ્સાથી થાય, વિરહની વેદનાથી થાય, પુકાર કરવાથી થાય. તમે ઘરમાં એકલાં હો અને ચોર આવી ચડે તો બચાવો, બચાવો, આખું કોમ્પલેક્ષ જાગી જાય તેટલી જોરથી પોકાર કરો છો, તેનાં કરતાં કઈ ગણો પુકાર અંદરમાંથી સદ્ગુરુ માટે થાય, ત્યારે તમને આશ્ચર્ય થશે કે સદ્ગુરુ તે વખતે હાજર હશે, ત્યાં પુણ્યનું મહત્ત્વ નથી.
સદ્ગુરુ પ્રાપ્ત થાય ત્યારે તેમને ઓળખવાં પડે. તેમને ઓળખવાં હશે તો તમારે તમારાં મત અને માન્યતાનાં ચશમા બદલવા પડશે. બંને જ્યારે બદલશો ત્યારે સદૂગુરુની પ્રાપ્તિ થશે. એક ભક્ત શિરડીના સાંઈબાબાને કહ્યું, “અમે આપને રોજ ભોજન લાવી આપીએ છીએ, એક વખત આપ ભોજનનો અમને લાભ આપો, અમારે ત્યાં પધારો.” સાંઈબાબાએ કહ્યું, “ભલે”. એ માણસ ઘેર ગયો, ભોજનની તૈયારી કરી અને રાહ જોઈને બેઠો, ત્યાં એક ભિખારી આવ્યો, તેને લાકડી બતાવી કાઢી મૂક્યો. સાંજ પડતાં કોઈ ન આવ્યું ત્યારે તે સાંઈબાબા પાસે આવીને કહે કે “મેં તમારી ઘણી રાહ જોઈ, પણ તમે ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org