________________
૧૪૬
પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૧૧ તે કહે જમવાનાં પણ ફાંફા છે. ભૂતકાળને યાદ કરી વર્તમાનકાળમાં નહિ જવાય. વર્તમાનકાળમાં જે પ્રત્યક્ષ સાધન છે તેનો પ્રત્યક્ષપણે ઉપયોગ થાય તો જ જીવ પોતાનો પુરુષાર્થ ફોરવી શકે.
સદગુરુ ભ્રાંતિ દૂર કરે છે, સદ્ગુરુ પરમ જ્ઞાની પુરુષની ઓળખાણ કરાવે છે. સદ્દગુરુ શાસ્ત્રોનો મર્મ આપે છે. સદ્ગુરુ તીર્થંકરદેવની ઓળખાણ કરાવે છે. સગુરુ, સદ્ધર્મ, સશાસ્ત્ર અને સદેવને ઓળખાવે છે. માન્યતાઓથી મુક્ત કરે છે, અને આપણા જીવનમાં રહેલ આગ્રહોથી આપણને પર કરે છે. જીવતો પુરુષ તમને કહી શકે છે. તમે મંદિરમાં ઊભા ઊભા, દર્શન કરતાં કરતાં, આજુબાજુ જોતાં હશો તો, ભગવાનની મૂર્તિ નહિ બોલે કે તું આજુબાજુ કેમ જુએ છે? પણ જોડે કોઈ ઊભું હશે તો, તરત જ કહેશે કે દર્શન કરે છે કે ડાફોળિયા મારે છે? એ તમને જગાડશે. તેનો અર્થ એવો નથી કે તે તીર્થંકરદેવ કરતાં મોટો થઈ ગયો, પણ જીવંત વ્યક્તિ આપણને જાગ્રત કરશે. તીર્થકર સર્વજ્ઞ છે, કેવળજ્ઞાની છે. આપણે કેવા છીએ? તેની તેમને શું જાણ નથી? છે. સારું છે કે એ બોલતાં નથી. એમ નથી કહેતા કે મંદિરમાં આવશે નહિ. પણ સદ્ગ આપણી ભૂલ કહે છે, માટે સદ્ગુરુ આપણને કડવા લાગે છે, અને મૂર્તિ આપણને પ્યારી લાગે છે. જીવંત જ્ઞાની પુરુષ આપણને કહેશે.
એક સદ્ગુરુ હાજર હોય તો તે કેટલા કામો કરશે. ૧. ભૂતકાળમાં થઈ ગયેલાં જિનેશ્વરો અને તીર્થંકર દેવોને ઓળખાવશે. ૨. ભૂતકાળમાં થયેલા જ્ઞાની પુરુષોને ઓળખાવશે. ૩. શાસ્ત્રોમાં કહેલા શબ્દોનો મર્મ શું છે તે કહેશે, અને ૪. માર્ગ કેવો છે?
ક્યા માર્ગે જવાય? એ તમને સ્પષ્ટ કહેશે. અને જરૂર પડે તો એ હાથ પકડીને તમને દોરી પણ જશે. આવો ઉપકાર જીવંત સદ્ગુરુ કરે છે, માટે એમ કહ્યું પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ પરોક્ષ જિન ઉપકાર.” આ ગાથાનો દુરુપયોગ કરવાની હિંમત નહીં કરતાં. દુરુપયોગ કરશો તો શ્રીમદ્જીની આશાતના થશે.
હવે તો પેકીંગ કોકનું, માલ વળી કોકનો અને નામ પોતાનું. આ બહુ મુશ્કેલી થઈ ગઈ છે. ઓળખવું જ મુશ્કેલ છે. માલ કોકનો, પેકીંગ અને સિક્કો કોકનો-આ ધંધો પરમાર્થ માર્ગમાં ન ચાલે. જેનો માલ હોય તેનું જ નામ અને તેનો જ સિક્કો જોઈએ. સદ્ગુરુ તો કહેશે કે જો આ માલ જુદો છે, પેકીંગ પણ જુદું છે અને સિક્કો પણ જુદો છે. તું ચેતી જા. તેઓ તમને ચેતવશે, તેઓ ખ્યાલ આપશે, અને તેઓ તમારી ભ્રાંતિ-ભ્રમણા દૂર કરશે. સદગુરુ ક્યાંય પણ તીર્થંકરદેવ કે થઈ ગયેલા જ્ઞાની પુરુષનું મહત્ત્વ ઓછું આંકવાની વાત કરતાં નથી અને ક્યાંય પણ પોતે મોટા છે, તેવું તેમને સ્થાપિત કરવું નથી. તેમને સંપ્રદાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org