SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન ક્રમાંક - ૨૩, ગાથા ક્રમાંક - ૨૫ પ્રવચન ક્રમાંક - ૨૩ ગાથા ક્રમાંક - ૨૫ દેવતત્ત્વસંબંધી ભૂલ. જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. (૨૫) ટીકા જે જિનના દેહાદિનું વર્ણન છે, તેને જિનનું વર્ણન સમજે છે, અને માત્ર પોતાના કુળધર્મના દેવ છે માટે મારાપણાના કલ્પિત રાગે સમવસરણાદિ માહાલ્ય કહ્યાં કરે છે, અને તેમાં પોતાની બુદ્ધિને રોકી રહે છે, એટલે પરમાર્થ હેતુ સ્વરૂપ એવું જિનનું જે અંતરંગ સ્વરૂપ જાણવા યોગ્ય છે તે જાણતા નથી, તથા તે જાણવાનું પ્રયત્ન કરતા નથી, અને માત્ર સમવસરણાદિમાં જ જિનનું સ્વરૂપ કહીને મતાર્થમાં રહે છે. (૨૫) પરમ ગંભીર આ વાત છે, કારણ કે આપણી જે સમજણ છે, આપણે જે વાંચ્યું છે, આપણે જે સાંભળ્યું છે, અને જે રીતે એનું અર્થઘટન કર્યું છે, તેની સાથે તાલમેળ મળે તેમ નથી. તમે માનતા હો અને સ્વીકારતા હો, તે સરળ લાગે અને તેની સાથે તાલમેળ મળે તો કહેશો કે બરાબર એમ જ છે. આપણે પૂછીએ કે તે બરાબર છે એ કઈ રીતે? તે કહે કે અમે પણ એમ જ માનીએ છીએ, માટે બરાબર છે. આપણે કહીએ છીએ માટે બરાબર નહિ, પણ એ જે માને છે, તેમ છે માટે બરાબર છે. - સત્યની તુલના ન હોય, તે નિરપેક્ષ છે. સત્ય શબ્દાતીત છે. સત્ય નિર્વિકલ્પ છે. અને સત્યનું હોવું એ સ્વયંભૂ છે માટે તેના હોવા માટે કોઈની અપેક્ષા કે કોઈના આધારની જરૂર નથી, માટે આ સૂત્રો અત્યંત મહત્ત્વનાં છે. આત્મસિદ્ધિમાં બે પાત્રોનું વર્ણન કરીને, બન્ને પાત્રોને અલગ અલગ સમજાવવામાં આવ્યા છે. જેને આત્માની સાધના કરવી છે તેણે આત્માર્થી બનવું પડશે અને મતાર્થીપણાનો ત્યાગ કરવો પડશે. આ સ્પષ્ટ વાત કહ્યા પછી પપદની પ્રરૂપણાનો પ્રારંભ કરવાના છે. પર્ષદની પ્રરૂપણાનો પ્રારંભ પહેલાં એટલાં માટે કર્યો નથી કે ષપદમાં પહેલું પદ “આત્મા છે', તે આત્મા વિષે આપણને કંઈ જાણકારી નથી. આપણે આત્માર્થી નથી, આપણને આત્માનું પ્રયોજન નથી, આત્માનું લક્ષ નથી, હેતુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy