________________
૩૮૪
પ્રવચન ક્રમાંક - ૩૪, ગાથા ક્રમાંક - ૩૭ પ્રાથમિક સાધના માટેનો મુખ્ય દરવાજો છે. ખેતી કરવી હોય તો જમીન જોઈએ અને ધંધો કરવો હોય તો મૂડી જોઈએ, અને આત્મા જો સિદ્ધ કરવો હોય તો પ્રત્યક્ષ સદ્દગુરુનો યોગ જોઈએ, અને એ પ્રાપ્ત થયો હોય તો પ્રકૃતિનો, પરમાત્માનો, અસ્તિત્વનો પરમ ઉપકાર માને, જીવન ધન્ય બની ગયું એમ માને. ચક્રવર્તીની સંપત્તિ અનેકવાર મળી પણ અવતાર એળે ગયો સરુ મળ્યા, જીવન ધન્ય બન્યું. મોટો ઉપકાર થયો.
પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો ગણે પરમ ઉપકાર.” તેઓ પ્રાપ્ત થયાં, મળ્યાં, ભેટ્યાં, બહુમાન થયું; તેમની સાથે પોતાની ચેતના જોડી દીધી, ટ્યુનીંગ થયું, તેમની ચેતના સાથે આપણી ચેતના મળી, મિલન થયું. એ થાય ત્યારે એવી સ્થિતિને ભક્તિયોગની પરિભાષામાં સમર્પણ કહે છે. ત્રણે યોગ મન, વચન, કાયા: એમના વચ્ચે સંવાદ સ્થપાય. અખંડ વ્યક્તિત્વ એને કહેવાય કે જેમાં મન, વચન અને શરીર એક બન્યાં છે. એ ત્રણેમાં સંવાદ પ્રાપ્ત કરીને વર્તે આજ્ઞાધાર', સદ્ગુરુની આજ્ઞાને જીવનમાં સ્વીકારીને એ જીવે. ‘એમ વિચારી અંતરે', એ પ્રમાણે વિચાર કરતાં કરતાં એ નક્કી કરે છે કે પરમાર્થનો માર્ગ અલગ અલગ ન હોઈ શકે. ત્રણે કાળમાં પરમાર્થનો માર્ગ એક જ હોય. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં દશ અધ્યાયો છે. તેમાં સમગ્ર જૈન દર્શન અત્યંત સંક્ષેપમાં વર્ણવ્યું છે, અને તેનું સૌથી પહેલું સૂત્ર-સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, અને સમ્યક્ ચારિત્ર એ મોક્ષમાર્ગ છે.” આ હજારો વર્ષો પહેલાંની વાત છે. બીજા આરાઓમાં પણ આ જ વાત છે, અને સીમંધર સ્વામી અને ભગવાન મહાવીરની પણ આ જ વાત છે. ત્રણકાળમાં પરમાર્થનો માર્ગ એક જ હોય. આનંદધનજી મહારાજે પણ અજીતનાથ પ્રભુનાં સ્તવનમાં એવો સંદેશો કહ્યો છે કે,
પંથડો નિહાળું રે બીજા જિન તણો, અજિત અજિત ગુણધામ,
જે તે જિત્યારે તેણે હું જિતિયો રે, પુરુષ કિશ્ય મુજ નામ. હું આ પંથડો જોઈ રહ્યો છું. પંથડો બહુ પ્યારો છે. મારે માર્ગ ઉપર ચાલવું છે. રસ્તો જોઈએ છીએ, આ પંથ છે. ત્રણે કાળમાં પરમાર્થનો પંથ એક જ હોય. પરમાર્થના પંથને જીવનમાં ઉતારવો હોય, પ્રાપ્ત કરવો હોય, તેવો પરમાર્થ અંદર પ્રાપ્ત થાય અને તેને પ્રેરે, એટલે “સમ્યગદર્શન, જ્ઞાન અને સમ્યક્રચારિત્ર તરફ પ્રેરે, પર્યાયની શુદ્ધિ તરફ પ્રેરે, વીતરાગતા તરફ પ્રેરે.” આવો વ્યવહાર એ જ આત્માર્થીને માન્ય હોય. બહુ જ ચોખ્ખી વાત છે, ક્યાંય અસ્પષ્ટતા નથી. કેવો વ્યવહાર કરવો? શું વ્યવહાર કરવો? તમે જે કરો તે એવી રીતે કરો કે જે તમને સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર તરફ દોરે, વીતરાગતા તરફ પ્રેરે, શુદ્ધ ભૂમિકા તરફ પ્રેરે, અહિંસા અને સત્ય તરફ પ્રેરે; સદાચાર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org