SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ પ્રવચન ક્રમાંક - ૧૦, ગાથા ક્રમાંક - ૯ સાધકમાં શિષ્યત્વ પ્રગટે છે, અને આવું શિષ્યત્વજ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે આજ્ઞાપાલનની સાધના સુગમતાપૂર્વક થાય છે, અને અંતમાં એમ કહેવું છે કે જો સદ્ગુરુને સેવ્યા હોત તો આવા દુરાગ્રહમાં પડી જવાનો વખત જીવને ન આવત. એ ક્રિયા જડ કે શુષ્કજ્ઞાની પણ ન થાત, અને આત્મસાધનામાં જીવ જોડાત, અને તથારૂપ સાધનથી એ પરમાર્થને પામત, અને પોતાના નિજપક્ષનું લક્ષ પણ લેત, અને વૃત્તિ આત્મ સન્મુખ પણ થાત. આમાંથી એકે ઘટના ઘટી નથી, એકે પરિણામ આવ્યું નથી. એટલા માટે શિષ્ય પૂછે છે “ગુરુદેવ આપ વાત કરો છો પણ એમ પણ જાણવામાં આવ્યું છે કે પૂર્વે સદ્ગનો યોગ તો ઘણી વખત થયો છે, છતાં જીવનું કલ્યાણ થયું નથી, તો સદ્ગુરુના ઉપદેશનું કોઈ વિશેષપણું નથી? ગુરુદેવ કહે છે તેનો જવાબ બીજા પદમાં આપ્યો છે. સદ્ગુરુ મળ્યા તેની સેવા કરી, તેમની પાસે રહ્યા પણ પોતાનો પક્ષ એણે છોડ્યો નથી, તેના કારણે આ કાર્ય થઈ શક્યું નથી. જે પોતાનો પક્ષ ત્યજી સદ્ગુરુના ચરણને સેવે છે, તે આત્મા પરમાર્થને પામે છે. પૂર્વે સદૂગુરુનો યોગ થયો પરંતુ સગુરુને ઓળખ્યા નથી. ઓળખાણ થવી બહુ મુશ્કેલ છે. આપણે ઘરમાં સાથે રહેનારની પ્રકૃતિને ઓળખીને જીવનમાં સંવાદ સાધી શકતા નથી, તો આપણે સદગુરુને કેવી રીતે ઓળખી શકીએ ? સદ્ગુરુ અલૌકિક છે. તેમને ઓળખવાનું કોઈ સાધન નથી. કેવી રીતે ઓળખશો? અંદરમાં જેમને આત્માનુભૂતિ થઈ છે, અંદરમાં જેમને આત્મદર્શન થયું છે, અંદરમાં જેમને આત્મ સાક્ષાત્કાર છે, અને એના કારણે તેમના જીવનમાં જે અવસ્થા આવી છે, તેમને તમે ઓળખશો કઈ રીતે? પણ ઓળખી શકાય. પરમકૃપાળુ દેવે કહ્યું છે કે, મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી શકે છે. તમે ફૂટપટ્ટી લઈને સગુરુને માપવા જશો તો નહિ ઓળખાય. ભાગવતમાં એક મજાની વાત કરી છે. કૃષ્ણ બહુ તોફાન કરતા હતા. યશોદાને ખૂબ મૂંઝવણ થઈ કે આ ઘરનું કામ કરવા દેતો નથી, બાંધી રાખો એક થાંભલા સાથે. યશોદા દોરડું લઈ આવ્યા. કૃષ્ણ કહે બાંધો. એ તૈયાર હતા. દોરડું બાંધે તો તે ચાર આંગળ ઓછું પડે. બધા જ પ્રયત્નો કર્યા; પણ યશોદા કૃષ્ણને બાંધી શક્યા નથી. કૃષ્ણે કહ્યું, “મને બાંધવો એ કામ સહેલું નથી. ચાર આંગળ હર વખતે ઓછા પડશે.' તેમ સદગુરુને ઓળખવા સહેલા નથી. ફૂટપટ્ટી નાની પડશે. વળી તેમની પાસે પોતાનું માન અને પોતાનો મત છોડ્યો નથી, તેથી સગુરુનો ઉપદેશ પરિણામ પામ્યો નથી. જો પક્ષ છોડ્યો હોત તો કામ થઈ જાત. મત, સ્વચ્છેદ અને કુળધર્મનો આગ્રહ દૂર કરીને જો સદ્ગુરુનો ઉપદેશ ગ્રહણ કરશે તો પરમાર્થને પ્રાપ્ત કરશે. દસમી ગાથા બહુ મહત્ત્વની છે તેનો પ્રારંભ થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy