SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૬ પ્રવચન ક્રમાંક - ૨૫, ગાથા ક્રમાંક - ૨૭ મેળવવા માટે, તેનો અનુભવ કરવા માટે શાસ્ત્રો છે. શાસ્ત્રો સ્વરૂપને જાણવા માટે, આત્માને જાણી, પ્રાપ્ત કરવાં માટે છે. તેનો અનુભવ કેમ કરવો તે રીત બતાવવા માટે છે. આનંદધનજીએ તેમની શૈલીમાં કહ્યું, ગગનમંડળમેં ગૌઆ વિયાણી, ધરતી દૂધ જમાયા, માખણ થા સો વિરલા પાયા, છાશે જગત ભરમાયા. ગગન મંડળ એટલે આકાશરૂપી સંસાર, તેમાં ગૌઆ વિયાણી. તીર્થંકરદેવની વાણી એ દૂધ-અમૃત પ્રગટ થયું. સંતોએ તે જમાવ્યું અને માખણ થયું તે સંતો લઈ ગયા અને શબ્દોરૂપી છાશ જે થઈ તે આપણાં માટે રહી અને આપણે તેમાં અટવાયાં. આ શબ્દોરૂપી છાશનાં કારણે વાદવિવાદ થયાં. માખણ થા સો વિરલા પાયા.' આ માખણમાં વાદવિવાદ નથી. કોઈક જ વિરલા માખણ પ્રાપ્ત કરે એટલે આત્માને પરમાત્માને પ્રાપ્ત કરે, અતીન્દ્રિય તત્ત્વને પ્રાપ્ત કરે. બાકી બધા અટવાઈને ઊભા રહે કે લવણ સમુદ્ર આટલો મોટો ? સ્વયંભૂરમણ સમુદ્ર આટલો બધો મોટો ? તે કેટલો દૂર છે ? એમાં અટવાઈને ઊભા રહે. અરે ભલા માણસ ! શાસ્ત્ર તો અટવાવવા માટે નથી. શાસ્ત્રમાં વર્ણન છે કે આત્મા છે, કર્મ છે, કર્મનો સંયોગ છે, બંધ છે, બંધના કારણો છે, મુક્ત થઈ શકાય છે. મોક્ષનો ઉપાય છે, પુણ્ય અને પાપ છે, આસ્રવ, સંવર અને નિર્જરા છે. આ બધું જાણવાં માટે શાસ્ત્રો છે. આત્મદ્રવ્ય આવું છે. તેનાં અસંખ્યાત પ્રદેશો છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયવાળું છે. તેની અનંત પર્યાયો છે. જગતમાં જુદાં જુદાં દ્રવ્યો છે, જીવ દ્રવ્ય, પુદ્ગલ દ્રવ્ય (જડ પદાર્થ), ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ દ્રવ્ય. આત્માને વર્ણવનારો નિશ્ચયનય, વ્યવહારનય, દ્રવ્યાર્થિકનય અને પર્યાયાર્થિકનય, તેનાં સામાન્ય ગુણો, વિશેષ ગુણો. આત્મા આવો આવો છે તેનું વર્ણન જાણીને, આત્માને પ્રાપ્ત કરવા માટેનું સાધન શાસ્ત્ર છે. પરમકૃપાળુદેવે કહ્યું કે ‘હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારા વચનો, સ્વરૂપ અનુસંધાન વિષે અમને પરમ ઉપકારી થયાં છે તે માટે તમોને અતિશય ભક્તિથી નમસ્કાર.’ ‘સ્વરૂપનું અનુસંધાન’, આ શબ્દ સમજાયો ? સ્વરૂપના અનુસંધાન કરવાં માટે તમારા વચનો ઉપકારી બન્યાં છે. કોઈ જંગલમાં, કોઈ એકાંતમાં, કોઈ વૃક્ષ નીચે નગ્ન અવસ્થામાં તાડપત્ર લઈને ચિંતન કરતાં કરતાં ગાથા લખાતી જાય અને તે વખતે આચાર્યશ્રી એમ કહે કે ‘સાંભળો ! અમે તમારાં વૈભવની વાત કરવાં બેઠાં છીએ. તમારા વૈભવની વાત પ્રેમથી સાંભળજો, સ્વીકારજો. તમે કામભોગની વાત તો અનેક વખત સાંભળી છે પણ દેહથી ભિન્ન આત્માની વાત સાંભળી નથી, તે કહેવા આવ્યો છું.' કલાકોનાં કલાકો સુધી તેઓને આહારની ચિંતા નહિ, વસ્ત્રોની ચિંતા નહિ, ઠંડી કે ગરમીની ચિંતા નહિ પણ અંદરમાં ધારા વહી રહી છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy