________________
૧ ૧
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા આધિ એટલે માનસકિ ચિંતાઓ, વ્યાધિ એટલે શારીરિક પીડા અને આધિ અને વ્યાધિને જન્મ આપનારી એમની માતા એટલે ઉપાધિ. મહારાષ્ટ્રમાં સંત તુકારામે એમના એક અભંગામાં કહ્યું છે, “સંસાર ત્રિતાપાતી સગડી.” સગડી એટલે ચૂલો. ચૂલામાં કોલસા બળે તેનો તાપ હોય છે. અમારા આ સંસારરૂપી ચૂલામાં આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ ત્રણેય તાપ છે. તમે તાપ સહન કરવા ટેવાઈ ગયા છો માટે તાપ લાગતો નથી. જેને તાપ લાગ્યો તે ઊભા રહ્યા, નીકળી ગયા, સંસારમાંથી વિદાય લીધી. હસતા મોઢે સંસારથી પાછા ફર્યા.
સંસારમાં કોને શાંતિ છે? તમને કોઈ પૂછે કે કેમ છો? તો તમે કહોને કે “ઓલ રાઈટ.” પણ જરા ઊંડાણથી જુઓ. ઓલરાઈટ કહેનાર અને પૂછનાર બન્ને દુઃખીયારા ભેગા થયા છે. જગતના જીવો આકુળ વ્યાકુળ છે. અંદરથી વ્યગ્ર છે. તૃષા લાગી છે. તૃષા છીપાવવા સાચું પાણી જોઈએ. એ પાણી મળતું નથી ને ઝાંઝવાના નીર લેવા દોડી રહ્યા છે અને તૃષા છીપાવવા ઇચ્છે છે. ભારે વિચિત્ર વાત છે. સૌરાષ્ટ્રમાં વઢવાણ પાસે ભોગાવો છે. ભોગ લે એ ભોગાવો. એમ કહેવાય છે કે બપોરના બાર વાગે તમે નીકળો તો મોટી નદી વહેતી દેખાય. જોનારને એમ લાગે કે ઢગલાબંધ પાણી છે. લેવા માટે ત્યાં જાય પણ પાણી મળે નહીં. દેખાય ખરું પણ હોય નહીં, તેને ઝાંઝવાના નીર કહે છે. સંસારમાં સુખ દેખાય ખરું પણ હોય નહીં, તે માયિક સુખ.
સંસારી જીવો મૂંઝાયેલા છે, વ્યાકુળ છે, વ્યગ્ર છે, કેમ આમ થયું? અજ્ઞાનને લીધે સ્વરૂપ વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. જે સ્વરૂપ સમજ્યા વિના એ અજ્ઞાનની જાહેરાત છે. પરિભ્રમણ એટલે રખડપટ્ટી. ચારે ગતિમાં ફરતાં ફરતાં આપણે આવ્યા છીએ. આ વખતના તંબૂ મુંબઈમાં તાણ્યા છે. હવે પછી તંબૂ ક્યાં તણાશે તેની આપણને ખબર નથી. ક્યાંક તંબૂ તાણ્યા હશે ત્યાંથી ખાલી કરીને અહીંયા આવ્યા અને કેટલા રસથી ઘર બનાવ્યું ! એક ભાઈ કહેતા હતા કે “સાહેબ ! આ મકાન થયું ને તે એટલું મજબૂત, સિમેન્ટ એટલો બધો પાકો, પાણીની પાઈપ હું જાતે હાથમાં લઈને પાણી છાંટતો હતો, કાંકરી ખસે એમ નથી.” ત્રણ દિવસ પછી એમને હાર્ટ એટેક આવ્યો. મકાનની કાંકરી ન ખસી, પણ એમની કાંકરી ખસી ગઈ. શું ભરોસો છે આ જીવનનો? આવું નાશવંત, આવું ક્ષણભંગુર જીવન છે. સંતોએ ગાયું:
જિસ ઘર અંદર આઈ ચડાવે સો ઘર નાહીં તેરા,
ઐસે ઐસે ઘર બહુત બનાયે, રાહ ચલન જ્યુ ડેરા. લાખો વણઝારો એક લાખ પોઠો લઈને જતો હતો. જ્યાં રાતવાસો કરે ત્યાં ઈદ્રપુરી વસી જાય. ૨૫-૨૫ માઈલ સુધી પ્રકાશ જાય. લોકો જોવા જાય. કોઈકે જોવાના બાકી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org