________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
રે આત્મ તારો આત્મ તારો, શીઘ્ર એને ઓળખો; સર્વાત્મમાં સમ દૃષ્ટિ ઘો આ વચનને હૃદયે લખો.
Jain Education International
આપણે ૮૦ વર્ષની ઉંમરે પણ દેહની ચિંતા કરીએ છીએ, આત્માની ચિંતા કરતા નથી. કુટુંબની ચિંતા કરીએ છીએ, પૈસાની ચિંતા કરીએ છીએ, પહેરેલાં કપડાંની અને પગમાં નાખેલાં ફાટેલાં સ્લીપરની ચિંતા કરીએ છીએ, પણ આત્માની ચિંતા કરતા નથી. સાચવવા અને સંભાળવા જેવો હોય તો આત્મા છે. ‘“રે આત્મા તારો, આત્મ તારો’’ શુ કરવું ? ‘શીઘ્ર એને ઓળખો.’ શીઘ્ર એટલે તુરંત જ. વાયદો ન કરશો. કોને ખબર મૃત્યુ ક્યારે આવે ? ‘વીજળીના ચમકારે મોતી પોરવવું પાનબાઈ', વીજળીના ચમકારે મોતી પોરવી લેવાનું છે.
બોધની ઘટના ઘટે તે વખતે સમજ પ્રાપ્ત થવી જોઈએ. એ સમજ ઉપદેશથી પ્રાપ્ત થાય છે અને એ માટે ઉપદેશ જ જોઈએ અને ઉપદેશક પણ સમ્યગ્, યથાર્થ જોઈએ, સદ્ગુરુ જોઈએ. એટલા માટે આત્મજ્ઞાન, સમદિર્શતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વવાણી, પરમશ્રુત આ સદ્ગુરુના લક્ષણ કહ્યા.
તેરમું ગુણસ્થાનક માર્ગપ્રવર્તક અને છઠ્ઠું ગુણસ્થાનક માર્ગ ઉપદેશક. આપણને કોઈ તેરમાવાળા મળે, કોઈ છઠ્ઠાવાળા મળે તો કામ થઈ જાય. જેમને મળ્યા તેમનું કામ થઈ ગયું. આપણે રખડ્યા. પણ રખડ્યા એટલા માટે કે ‘‘યોગ અવંચક, ક્રિયા અવંચક અને ફળ અવંચક’’ આ ત્રણે અવંચકતા પ્રાપ્ત ન થઈ.
ધન્યવાદ આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર.
૧૨૫
For Personal & Private Use Only
www.jainelibrary.org