SearchBrowseAboutContactDonate
Page Preview
Page 405
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ પ્રવચન ક્રમાંક - ૩૧, ગાથા ક્રમાંક - ૩૪ એક વખત પણ જેને થયો તેના ઉપર છાપ પડી ગઈ. સિક્કો લાગી ગયો. આવો આત્માનુભવ કેવી રીતે થશે ? શું કરવું જોઈએ ? કઈ સામગ્રી જોઈએ ? કોના થકી થશે? શું કરવાથી થશે ? કેમ થશે ? તો સદ્ગુરુ થકી થશે. જેમ મા વાત્સલ્યમૂર્તિ છે, તેમ સદ્ગુરુ પણ વાત્સલ્યમૂર્તિ છે. તમે સદ્ગુરુને શોધવાની કોશિશ ન કરશો. તમે સદ્ગુરુને અસદ્ગુરુ કહેશો અને અસદ્ગુરુને સદ્ગુરુ કહેશો. તમારા બધા માપદંડ ફેંકી દો. સદ્ગુરુ જ તમને શોધી લેશે. જાગતાં કે ઊંઘતા કોઈ પૂછે કે તમારે શું જોઈએ છે ? તો આત્મા. રોમેરોમમાં આત્મા, આત્મા, આવી લગન જેને લાગી છે, તેના ભણકાર સદ્ગુરુ જ્યાં બેઠા છે ત્યાં તેને આવે, અને તેઓ તમને શોધી કાઢે. રજબ કાબુલમાં હતો અને દાદુ ત્યાં ગયા. રજબના લગ્ન છે. તે મોટો સરદારનો દીકરો અને અબજોપતિની કન્યા સાથે લગ્ન છે. રજબ હાથી ઉપર બેઠો છે. શણગાર પહેર્યા છે. હજારો માણસો છે. નૃત્યો થઈ રહ્યાં છે. વાજીંત્રો વાગી રહ્યાં છે. ઠાઠ ઓર છે. સ્ત્રીઓ ગરબા ગાઈ રહી છે. સેનાપતિઓ આજુબાજુ તલવાર લઈ ફરી રહ્યા છે. તેના વચ્ચે દાદુ જઈ પહોંચ્યા, અને કહ્યું, રજબ ! કહાં ચલા તું ? તું સુંદર હો, અસુંદર બનને ચલા ? બસ, ખલાસ, ૨જબ હાથી ઉપરથી ઊતરી ગયો, અને દાદુ તેને લઈ ચાલ્યા, હજારો માણસો જોતા રહ્યા. રજબની ઉંમર ૨૦ વર્ષની હતી. કેવી અદ્ભુત તાલાવેલી ! રજબ ગયો તે ગયો. પરમાર્થની તાલાવેલી, આત્માને મેળવવાની તાલાવેલી જાગશે, ત્યારે રોમેરોમમાંથી અવાજ આવશે, ‘આત્મા, આત્મા.’ એ અવાજ બીજા કોઈને નહિ સંભળાય, પણ લાખો માઈલ દૂર રહેલાં સદ્ગુરુને સંભળાશે, ત્યાં ટ્યુનીંગ થશે, સદ્ગુરુ આવશે, અને તમારો હાથ પકડશે. સદ્ગુરુ ચર્ચાથી ન મળે. પ્રત્યક્ષ છે કે પરોક્ષ છે ? આજનાં છે કે કાલનાં છે ? શું કામ આ ખોટી ચર્ચાઓ અને કલબલ કરો છો ? આત્માર્થી બનો ને. અંદરમાં દાવાનળ સળગવો જોઈએ. મીરાંએ કહ્યું છે કે – ‘વિરહ અગ્નિએ હું દાજી, સરસ સુધારસ સીચો.' વિરહનો અગ્નિ ભયંકર પ્રગટ્યો છે. હે પ્રભુ ! તમારા વિરહનો, તમારા પ્રેમનો અગ્નિ અંદર પ્રગટ્યો છે, તમે આવીને તેને શાંત કરો. આ આત્માનો વિરહ, આત્મા, આત્મા અને આત્મા ! એવો વિરહ જેને અનુભવવો છે, તેણે એક કામ સૌથી પહેલાં કરવું પડશે કે આત્માનો અનુભવ જેણે કર્યો છે તેના ચરણોામં જવું પડશે. સદ્ગુરુને તમારી પાસેથી કંઈ લેવું નથી. ન લેના, ન દેના, પણ સદ્ગુરુ વચ્ચે આવવાનાં જ-કા૨ણ જેણે આત્મા પ્રાપ્ત કર્યો હશે તે તમને બતાવશે કે આત્મા કેવી રીતે પ્રાપ્ત થાય, અને બતાવ્યા સિવાય આત્મા નહિ મળે. તમારો આત્મા તમારી પાસે છે, સદગુરુ પાસે નથી પણ સદ્ગુરુ એ તમને બતાવશે કે લો આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy