SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯. આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા જ્ઞાની પુરુષો પાસે શ્રવણ કરવાં છતાં કેમ કંઈ ફેરફાર થતો નથી? કેમ કોઈ પરિવર્તન આવતું નથી? કેમ કોઈ ઘટના ઘટતી નથી? કોઈ વખત તમને આ વિચાર આવતો હોય તો સમજવું કે ઉજ્જવળ અંત:કરણ આપણી પાસે નથી. જે દર્પણમાં મોઢું જોવું છે તે દર્પણ ચોખું જોઈશે, જે કપડાં પહેરવાં છે તે ડાઘ વગરના જોઈશે, જે ચાદર ઓઢવી છે તે મેલી ન હોવી જોઈએ, તેમ જે અંતઃકરણથી કામ લેવું છે તે અંતઃકરણ નિર્મળ જોઈશે. ત્યાગ અંત:કરણને નિર્મળ કરે છે, વૈરાગ્ય અંત:કરણને નિર્મળ કરે છે. કરુણા, વૃત્તિ જીતવાની ક્રિયા અંતઃકરણને નિર્મળ કરે છે. અધ્યાત્મસારમાં ઉપા. યશોવિજયજી મહારાજે કહ્યું છે કે “શાંતે મનસિ જ્યોતિઃ પ્રવાશો અંતઃકરણ, મન શુદ્ધ થાય એટલે શાંત થાય. શાંત મનમાં એ જ્યોતિ પ્રગટ થાય છે, અને સદ્ગુરુનો ઉપદેશ પરિણામ પામે છે, માટે અમારે એમ કહેવું છે કે વૈરાગ્ય, ત્યાગ જો આત્મજ્ઞાન હોય તો સફળ અથવા આત્મજ્ઞાનની પ્રાપ્તિનાં સાધનો છે તેમ જો સમજે તો સફળ. ત્રીજી બહુ અભુત વાત, પરમકૃપાળુદેવે કરી છે. જે માત્ર ક્રિયાકાંડ કરે છે, તેને એમ કહ્યું, ભાઈ ! તું વ્રતો અને અનુષ્ઠાન કરે છે, તે માત્ર આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ નથી. બાહ્ય કર્મકાંડમાં આપણું શરીર રોકાય. સ્વાધ્યાય કરતાં હો, પ્રાર્થના કરતાં હો, ભક્તિ કરતાં હો, સામાયિક, પ્રતિક્રમણ કરતાં હો તો માત્ર શરીર રોકાય. તે કાંઈ આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ નથી. શું કહેવા માગે છે? તમે ન કરશો તેમ જ્ઞાની પુરુષો કહેતાં નથી, પણ તમે તો તમને જે ગમે તેવો અર્થ કાઢો છો. તમારી પાસે એક ફરમો છે. તેમાંથી જ અર્થ કાઢો. જ્ઞાની પુરુષ કહે છે માત્ર કાયા રોકવી તે આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ નથી, તો આત્મજ્ઞાનની પ્રાપ્તિનો હેતુ વૈરાગ્ય, ત્યાગ, કરુણા આદિ ગુણો છે, માટે તમે જે ક્રિયાને અવગાહો, કરો, પણ તે ક્રિયામાં અટકીને ઊભા રહેવું નથી. આગળ ગાથામાં આવશે. ત્યાગ વૈરાગ્યમાં અટકીને ઊભા રહ્યા તો વિકાસ ગયો. અહીંથી (મુંબઈથી) અમદાવાદ જવું હોય અને વલસાડ અટકી ગયા, અરે વલસાડ જવા દો ને વડોદરા અટકી ગયા, તો પણ અમદાવાદ તમે જઈ શકતાં નથી. વચમાં ક્યાંય પણ તમે અટકતા નથી. કારણ અમદાવાદ પહોંચવું છે, તેમ આત્મજ્ઞાન પામવું છે. આત્મજ્ઞાન વિના ભવનું મૂળ છેદી શકાતું નથી. જે ક્રિયાજડ છે એને એમ કહ્યું કે ભાઈ ! તારા વ્રતો, અનુષ્ઠાનો, ક્રિયાઓ આદિ જો સફળ કરવાં હોય તો વૈરાગ્ય અને ત્યાગ આદિ ગુણો જોઈશે અને તે પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરવો પડશે. ક્રિયાનો નિષેધ નથી કરતાં, ના નથી પાડતાં અને તેમાં કાયકલેશ કરો છો પણ કષાય આદિ ક્ષીણ થતાં નથી, તેથી મોક્ષ મળશે એવો દુરાગ્રહ તમે રાખશો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy