SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ પ્રવચન ક્રમાંક - ૨૫, ગાથા ક્રમાંક - ૨૭ કોઈ કહે મુક્તિ છે, વિણતાં ચિંથરા, કોઈ કહે મુક્તિ છે, જીમતાં દહીંથરા. કોઈ એમ કહે છે કે કપડાંનું પડિલેહણ કરવાથી, માત્ર ક્રિયા કરવાથી મોક્ષ મળશે અને કોઈ એમ કહે છે કે દહીંથરા જમતાં જમતાં, આત્માની વાત કરતાં કરતાં મોક્ષ મળશે. શાસ્ત્રો એટલાં માટે નથી. મતાર્થીનું માનવું છે કે પોતાના મતનો, વેષનો આગ્રહ મોક્ષનું કારણ છે. તે એમ નથી કહેતો કે “કષાયો નહિ હોય, રાગ દ્વેષ અને મોહ નહિ હોય, ક્રોધ નહિ હોય તો જ મોક્ષ મળશે. પરંતુ તે એમ કહે છે “પીળું પહેર્યું હશે અને ધોળું નહિ પહેર્યું હોય તો મોક્ષ નહિ મળે.” આને કહેવાય છે મતાર્થી. તો આવો મતાર્થી પરમ તત્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી. ૨૭મી ગાથા સમાપ્ત થઈ. એક એક વાત સમજવા પૂરો પ્રયત્ન કરજો. કદાચ ન સમજાય તેમ બની શકે, આટલી સ્પષ્ટ વાત હોવા છતાં ગોટાળો થાય, વિપરીત વાત અને ચર્ચા કરી શકાય. કૃપા કરી ભલા થજો, સરળ થજો, ગાંઠો કાઢી નાખજો. જેમ છે તેમ સમજે. શાસ્ત્રો તો અમૃત છે. આ શાસ્ત્રો મિથ્યાજ્ઞાન રૂપ સર્પનું ઝેર ઉતારવા પરમ મંત્ર રૂપ છે. શાસ્ત્રો તો પરમ ઉપકારી છે. આનો ઉપયોગ લડવા માટે ન કરતાં. કદાગ્રહ માટે, મત માન્યતા માટે અને સંપ્રદાયના આગ્રહો માટે ન કરશો, અને પોતાનો આગ્રહ પોષવા માટે પણ ન કરશો. ફરીથી કહું છું કે ધરતી ઉપર જે સંપ્રદાયો ઊભાં થયાં છે તે શાસ્ત્રોને કારણે થયાં છે. શાસ્ત્રોને આગળ ધરી સંપ્રદાયના આગ્રહો ઊભા કરનાર મતાર્થી છે. આત્માર્થી તો આત્માને પ્રાપ્ત કરીને પોતાનું કામ કરી લે છે. પહેલાંના વખતમાં વલોણું થતું હતું. માખણ કાઢી, તારવીને એક બાજુ મૂકી દે અને પછી શેરીમાં કહેવા જાય કે છાશ લેવા આવજો. કોઈ એમ નથી કહેતાં કે માખણ લેવાં આવજો. માખણ તો આત્મા છે, અને તે સંતોએ પ્રાપ્ત કરી લીધો અને શબ્દોરૂપી છાશ બાકી રહી છે, જગત તેમાં ભરમાય છે. શબ્દોમાં અટવાયા વગર શાસ્ત્રોનો ઉપયોગ કરજો. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy