SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પ્રવચન ક્રમાંક - ૧૭, ગાથા ક્રમાંક - ૧૫ આનંદ શ્રાવક બાર વ્રતધારી, ગૃહસ્થ હતાં. તેમને પોતાની પોષધ શાળા હતી. અમે તો ભલામણ કરીએ છીએ, તમે તમારા ઘરમાં ટી.વી. રૂમ બનાવો છો, સ્વીમીંગ પુલ બનાવો છો, ડાન્સીંગ રૂમ બનાવો છો તેને બદલે પૌષધશાળા બનાવો ને? ત્યાં બેસીને ધ્યાન થાય, સ્વાધ્યાય થાય, તત્ત્વચિંતન થાય, ઘરમાં નાનકડું મંદિર બનાવો તો ભગવાનનું સ્મરણ, પૂજા થાય. પૌષધશાળામાં આનંદ સાધના કરે છે. સાધના કરતાં કરતાં એમને વિશેષ પ્રકારનું અવધિજ્ઞાન થયું હતું. ગૌતમસ્વામીજી આહાર લેવા આવ્યા છે અને આનંદ શ્રાવક પૂછે છે કે ગુરુદેવ ! આવા પ્રકારનું જ્ઞાન ગૃહસ્થ અવસ્થામાં રહેલ ગૃહસ્થને થાય ખરું? ગૌતમસ્વામીજી ચાર જ્ઞાનના ઘણી છે. અરે ! અનંત લબ્ધિના નિધાન છે. તમારા ચોપડામાં એમનું નામ પહેલા લખો છો કે ગૌતમસ્વામીની લબ્ધિ હોજો. તમારે એમની સાથે બીજી કંઈ લેવાદેવા નથી. તેઓ પચાસ હજાર શિષ્યોના ગુરુ અને ભગવાન મહાવીરના ચૌદ હજાર શિષ્યોમાં મુખ્ય હતાં. આવી જેમની હાઈટ, આવી જેમની શ્રેષ્ઠતા, તેમને આનંદ શ્રાવક પૂછે છે કે મને આવું જ્ઞાન થયું છે અને ગૌતમસ્વામી કહે છે આનંદ, આવું જ્ઞાન ગૃહસ્થને થઈ શકે નહિ, પણ આનંદે કહ્યું કે પ્રભુ ! મને થયું તો તેમણે કહ્યું કે હું ભગવાન મહાવીરને પૂછીશ. છઠ તપ-બે દિવસના ઉપવાસ હતા. આજે પારણું હતું. અને આહાર લઈને ભગવાન મહાવીર પાસે જઈને કહે છે કે ““આનંદ શ્રાવકને આટલી મર્યાદાવાળું અવધિજ્ઞાન થયું તેમ આનંદ શ્રાવક કહેતાં હતાં. આ સાચી વાત છે ?'' ભગવાન મહાવીરે કહ્યું, હા ગૌતમ, સાચી વાત. તેમને જ્ઞાન થયું છે અને તમે જ્ઞાનીને ના પાડીને આશાતના કરી છે. તમે ફરી આનંદ શ્રાવકને ત્યાં જાવ અને તેમને મિચ્છામિ દુક્કડમ્ કહો. અને ખમાવીને પાછા આવો. આ કહેનાર ભગવાન મહાવીર અને કહ્યું છે ગૌતમસ્વામી ઈન્દ્રભૂતિને. ચાર જ્ઞાનના ધણી, અનંત લબ્ધિના નિધાન એવાં ગૌતમસ્વામી છે. ગૌતમસ્વામીજી કહી શક્યાં હોત કે પ્રભુ! આ વાત રહેવા દો. હું માસખમણને પારણે માસખમણ કરું, હું ચાર મહિનાના ઉપવાસ કરું, ગુફામાં રહીને ધ્યાન કરું, હું ઠંડીમાં ઠરું, બીજું બધું કરું પણ આપે કહ્યું તેમ નહિ થાય. ગૌતમસ્વામીજીએ આવું જ કહ્યું હોત તો તેઓ સ્વચ્છંદી હતા તેમ શાસ્ત્રો લખત. સમજાય છે ? ગૌતમસ્વામી ભગવાનની આજ્ઞા થતાંની સાથે જ છઠનું પારણું કર્યા વગર ચાર માઈલ દૂર ચાલીને આનંદ શ્રાવક પાસે જાય છે, અને કહે છે. શ્રાવક ! તમને જ્ઞાન થયું છે તે વાત સત્ય છે. મેં તમને ના પાડી તે મારો અપરાધ છે. હું તમારી પાસે મિચ્છામિ દુક્કડમાગવા આવ્યો છું. આવા મહાપુરુષોને મોક્ષ ન મળે તો કોને મોક્ષ મળે? જેનામાં આવી વિનમ્રતા છે, તેમણે સ્વચ્છંદ રોકાયો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy