SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ ૧૩ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા બીજી વાત જગતમાં સદ્ગુરુનાં નિમિત્તે જે પામવાનાં હશે, તે પામશે, તે તેમનું કાર્ય છે. જગતમાં જે જે મુમુક્ષુઓ છે તે તે મુમુક્ષુઓ માટે સદ્ગુરુ પ્રગટ થાય છે, તે જાગતિક નિયમ છે. એ જગતની ગુપ્ત વ્યવસ્થા છે. સદ્ગની હાજરી વગર કાર્ય થતું નથી. સદ્ગુરુ શિક્ષક નથી અને શિક્ષક છે તે સદ્ગુરુ નથી. બન્ને જુદા છે. શિક્ષક એને કહેવાય કે જે સ્થૂળ જગતમાં જુદા જુદા વિષયો ભણાવે, તૈયાર કરાવે. નૃત્યકળા, સંગીતકળા, સાહિત્યની કળા, ભાષાની કળા, વિજ્ઞાન, ગણિત, ઈતિહાસ ભણાવે. ડૉક્ટરની કે વકીલની લાઈન તૈયાર કરાવે તે શિક્ષક. આ શિક્ષકને ભૌતિક સૃષ્ટિ સિવાય કાંઈ લેવા દેવા નથી, અને ભણનારને ભૌતિકતા સિવાય કંઈ જોઈતું નથી. શિક્ષકનું કામ એટલું જ કે તેઓ માત્ર વિજ્ઞાન આદિ વિષયો ભણાવે છે, એને તૈયાર કરે છે, સર્જન કરે છે. સદ્દગુરુ શિક્ષક નથી પણ તે ઉદ્ઘાટક છે, તેઓ ચેતનાનું ઉદ્ઘાટન કરે છે. ધીમે ધીમે જેમ છોડ ઉપર કળી આવે છે, કળી પછી ફૂલ ખીલે છે, ફૂલ પછી ફળ આવે છે. એ જેમ ધીમે ધીમે ખીલે છે તેમ સદ્ગુરુ ચૈતન્યનાં કમળને ખીલવે છે. એમની હાજરીમાં ચૈતન્યનું કમળ ખીલે છે. તેઓ ભણાવતાં નથી, તેઓ શિક્ષણ આપતા નથી, વર્ગ લેતાં નથી પણ તેમની હાજરીમાં ચેતનાનું ઉદ્ઘાટન થાય છે. શિક્ષક અને સદ્ગુરુ વચ્ચે ફરક છે. સદ્ગુરુ શ્રેષ્ઠ શિક્ષક હોઈ શકે પણ શ્રેષ્ઠ શિક્ષક સગુરુ હોય તેવો નિયમ નથી. બીજી અગત્યની વાત શિક્ષકને દશ્ય સૃષ્ટિમાં, ભૌતિક જગતમાં કાર્ય કરવાનું છે જ્યારે સદ્ગુરુને અતીન્દ્રિય સૃષ્ટિમાં કાર્ય કરવાનું છે. સૌથી મોટી સમસ્યા અતીન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાની છે. જેને રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આકાર, કદ કે સંસ્થાન નથી, બંધારણ નથી, વજન નથી, જાતિ કે લિંગ કશું જ નથી તે અતીન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાનું કામ અત્યંત કઠિન છે. દરિયામાં જઈ શકાય, આકાશમાં પહોંચી શકાય, પણ જે સૃષ્ટિ અતીન્દ્રિય છે ત્યાં ન પહોંચી શકાય. આનંદધનજીએ થોડાં શબ્દો કહ્યાં છે, અનુભવગોચર વસ્તુ છે રે જાણવો એહી રે ઈલાજ; કહન સુનનકો કછુ નહિ પ્યારે, આનંદઘન મહારાજ. નિશાની કહાં બતાવું રે. ભૌતિક સૃષ્ટિમાં જે દેખાય છે જેને રૂપ, રંગ છે તેની અહીં વાત નથી, પરંતુ આ બધાથી રહિત એવું તત્ત્વ, જેને કોઈ માનવા તૈયાર નથી, એ તત્ત્વની અનુભૂતિનું કાર્ય કરવું તે આધ્યાત્મિક સાધનાનું સૂત્ર છે. અતીન્દ્રિય સૃષ્ટિમાં પ્રવેશ કરવાની વાત છે. એટલા માટે એમ કહ્યું કે “અનુભવ ગોચર વસ્તુ છે રે, તે ઈન્દ્રિયોથી પર, મનથી પર, બુદ્ધિથી પર, સિદ્ધાંતોથી પર અને શબ્દોથી પણ પર છે. એ કહેવું હોય તો કહી શકાય તેમ નથી, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy