________________
૧૫૮
પ્રવચન ક્રમાંક - ૧૪, ગાથા ક્રમાંક - ૧૨ કલ્પવૃક્ષ પાસે આટલું માંગવું પડે? પ્રભુ ! તમે તો દાયક છો, દેનાર છો, દાતાર છો, દેતા શું થાય છે? અને અમે તમારી પાસે શું માંગીએ છીએ? અમારું સ્વરૂપ અમને આપો. અને એ પણ સત્તાએ સૌને છે.
સગુરુએ વીતરાગને ઓળખાવ્યાં, જિનને ઓળખાવ્યાં અને જિનને ઓળખાવતાં આત્માના સ્વરૂપને પણ ઓળખાવ્યું. માનવ જન્મ પામીને આત્મા અને પરમાત્મા ઓળખી લેવા જેવા છે. મોત આવતાં પહેલાં જીવનમાં આ પ્રકારની અવસ્થા પ્રાપ્ત કરી લેવા જેવી છે, માટે એમ કહ્યું કે “આત્મ હિત કારણે સગુરુનો ઉપદેશ સાંભળ્યા વિના અને સમજ્યા વિના, જિન ભગવંતોનું ભક્તિ કરવા યોગ્ય સહજાત્મ સ્વરૂપ સમજાતું નથી.” આ ભાષા નવી છે. બાકી બધી સાંભળી છે, અને સમજ્યા વગર તેઓનો કરેલો ઉપકાર ટૂરે નહિ. આપણા ઉપર તીર્થંકર પરમાત્માએ કેવો ઉપકાર કર્યો છે?
મોક્ષમાં જતાં પહેલાં તીર્થકર નામકર્મની નિકાચના ત્રીજા ભવમાં થાય છે. વિશસ્થાનક તપની આરાધના કરે છે. કરોડો વર્ષ સુધી આવું ઘોર તપ એ તીર્થકરો કરે છે. એમની ક્વોલિટી જુદી છે. એ જીવદળ જુદું છે. એમનું તથાભવ્યત્વ જુદું છે. એમની ઉચ્ચતમ ક્વોલિટી છે. જગતના સર્વ પ્રાણીઓનું હિત થાય, એ જ માત્ર જેમના હૈયામાં એક કરુણાની ભાવના છે, તેવા તીર્થંકર પરમાત્માએ આપણી ચિંતા કરી છે. મા જન્મ આપ્યા પછી ચિંતા કરે છે. પિતા-પપ્પા શબ્દ બોલાય ત્યારે ચિંતા કરે છે, અને પતિ પત્ની પરણે ત્યારે ચિંતા કરે છે. આપણી સાથે તીર્થકર ભગવંતોને કોઈ સંબંધ નથી છતાં તેઓએ આપણી ચિંતા કરી છે. તમે કર્મમાંથી મુક્ત બનો, દુ:ખમાંથી મુક્ત બનો, અજ્ઞાન અને વાસનામાંથી મુક્ત બનો. તમે જાગો અને તમારો ખજાનો પ્રાપ્ત કરો. એવી ચિંતા તેમણે કરી છે. આપણી ચિંતા લેવાદેવા વગર કરી છે, માટે તીર્થંકર પરમાત્મા એ પ્રેમના સાગર છે, કરુણા અને વાત્સલ્યના સાગર છે. ભગવાનની પૂજા કરતાં કરતાં આંગળી અડાડતાં અડાડતાં આવું યાદ કરજો. હૈયું ભરાઈ જશે, આંખ આંસુથી છલકાઈ જશે. પરમાત્મા ! આપે મારી ચિંતા કરી, હું તો નિગોદમાં રખડતો હતો. મારું કંઈ ઠેકાણું ન હતું. આજે તો હું માનવદેહમાં છું. કંઈક પુણ્યનો ઉદય છે. પ્રભુ! નિગોદમાં હતો, એ વખતે પણ તમે મારી ચિંતા કરી છે. મારું હિત તમે ઇચ્છવું છે, મારું ભલું તમે ઇચ્છવું છે. આવી ચિંતા કોઈ ન કરે. મારે જન્મ જ ન લેવો પડે, આવી ચિંતા તમે કરી છે.”
“સવિજીવ કરું શાસન રસી ઐસી ભાવદયા, મન ઉત્સસી.” આ પરમાત્માની વિશેષતા છે. આનાથી તીર્થંકર નામકર્મની નિકાચના થાય છે. પરહિતાર્થ રસિકતાથી બંધાયેલા તીર્થંકર નામકર્મનો ઉદય થવાથી તીર્થની સ્થાપના થઈ છે. આપણને મોક્ષ મળે એટલા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org