SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા ૨૧૧ કારણમાંથી કાર્ય થાય. ગોટલામાંથી જ કેરી થાય, ગોટલો જોઈએ. ગોટલો ખવાય નહિ, પીવાય નહિ, સૂંઘાય નહિ, જોવો ગમે નહિ પણ હાફુસ કેરી તૈયાર થાય ત્યારે પડાપડી થાય. આ કેરી ગોટલામાંથી આવી, ગોટલો ન ગમે પણ હાફૂસ કેરી ગમે ને ? આ કારણ છે, તેમાંથી કાર્ય થશે.એવું કારણ જેમણે સિદ્ધ કર્યું તેમને સમક્તિની પ્રાપ્તિ થાય. સત્તરમી ગાથાની સમાપ્તિ થઈ. અઢારમી ગાથાનો પ્રારંભ આજે સાંજે થશે. એક એક વાતને ઊંડાણથી સમજજો. ન સમજાય તો કાગળમાં નોંધ કરી પૂછજો, પણ ગુંચવાશો નહિ. અથવા તો તમારા મતના આગ્રહને મજબૂત બનાવશો નહિ. અમે જે કહી રહ્યા છીએ તે મતાગ્રહ મજબૂત કરવા માટે નહિ પણ આ અગિયારમા ગ્રહને છોડવા માટે કહી રહ્યા છીએ. આ વાત અમારી નથી પણ પરમકૃપાળુ દેવની છે. માટે તેમણે કહ્યું, તમારે પૂર્વ તૈયારી કરવી પડશે. વ્યવહારમાં તમે તૈયારી કરો જ છો. પાંચ વાગ્યાની ટ્રેઈન હોય તો તમે ચાર વાગે ઊઠો છો અને પોણા પાંચે તો સ્ટેશન પર પહોંચી જાવ છો. સદ્ગુરુ આવવાનાં છે, હાજર છે, તમારી પાસે આવશે પણ તમે તૈયારી કરો. શું તૈયારી કરશો ? સ્વચ્છંદ, મત, આગ્રહ તજો, અને નિર્ણય કરો, જ્યારે મળશે ત્યારે તેમના લક્ષે વર્તીશું, એમનો આશ્રય કરીશું. એમની પ્રતીતિ કરીશું. એમની રુચિ કરીશું. તેમના પગલે પગલે અને શબ્દે શબ્દે ચાલીશું. એમની આજ્ઞા પ્રમાણે જીવીશું. સાહેબ ! પછી મોક્ષ નહિ મળે, એવું નહિ બને. ‘પામે અવશ્ય મોક્ષ', આ તમારી એકલાની વાત ક્યાં કરીએ છીએ ? તેમ અનંત મોક્ષને પામ્યાં છે અને આવું જિનેશ્વર પરમાત્માએ કહ્યું છે. ધન્યવાદ, આટલી ધીરજપૂર્વક સાંભળ્યું તે બદલ. દરેકના અંતઃકરણમાં રહેલા પરમાત્માને પ્રેમપૂર્વક નમસ્કાર. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005521
Book TitleAtmasiddhishastra Part 01
Original Sutra AuthorShrimad Rajchandra
AuthorBhanuvijay
PublisherSatshrut Abhyas Vartul
Publication Year2011
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy