________________
૧૩૬
પ્રવચન ક્રમાંક - ૧૩, ગાથા ક્રમાંક - ૧૧
પ્રવચન ક્રમાંક - ૧૩
ગાથા ક્રમાંક - ૧૧ પ્રત્યક્ષ સદ્ગુરુની મહત્તા
પ્રત્યક્ષ સરુ સમ નહીં, પરોક્ષ જિન ઉપકાર,
એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. (૧૧) ટીકા જ્યાં સુધી જીવને પૂર્વકાળે થઈ ગયેલા એવા જિનની વાત પર જ લક્ષ રહ્યા કરે, અને
તેનો ઉપકાર કહ્યા કરે, અને જેથી પ્રત્યક્ષ આત્મબ્રાંતિનું સમાધાન થાય એવા સદ્ગુરુનો સમાગમ પ્રાપ્ત થયો હોય તેમાં પરોક્ષ જિનોના વચન કરતાં મોટો ઉપકાર સમાયો છે, તેમ જે ન જાણે તેને આત્મવિચાર ઉત્પન્ન થાય. (૧૧)
આત્મસિદ્ધિશાસ્ત્ર ૧૧-૧૨-૧૩ ત્રણે ગાથાઓ સાથે સમજવાની છે. એ ઝૂમખો છે. જેમ લાઈટના દોરડા બહારથી જુદા દેખાય પણ અંદર તેની વ્યવસ્થા આંતરિક જોડાણની હોય છે તેમ ત્રણે ગાથામાં પરસ્પર આંતરિક સંબંધ છે. એક રહસ્યના સાગરમાં આજે ફરીથી ઊતરીએ. રહસ્ય એટલા માટે કે બુદ્ધિથી અને શાસ્ત્રોથી સ્પષ્ટ નહિ થાય, પણ જો અનુભવ થાય તો જ સ્પષ્ટ થાય. એ ઈન્દ્રિયો અને સંબંધોથી પર એવી અવસ્થામાં જાણી શકાય છે તેથી તેને કહેવાય છે રહસ્ય. ખેતરમાં બીજ નાખો છો, એમાંથી ઘેઘૂર વડલો કેમ બને છે તે તમે નહિ કહી શકો. આખો વડલો ખીલ્યો કેવી રીતે? હજારો ડાળીઓ, હજારો પાંદડાં અને ફળ ફૂલ ખીલ્યાં તેની આપણને ખબર નથી, પણ આ રહસ્ય છે. આકાશમાં તારલાઓ છે, એ કેટલા છે તેની ખબર નથી. દરિયાના અતલ ઊંડાણમાં શું છે? દરિયો કઈ રીતે કામ કરે છે? તેની આપણને ખબર નથી, તે રહસ્ય છે, તેમ કેટલાક રહસ્યો એવા છે કે જ્યાં બુદ્ધિ પહોંચી શકતી નથી. ઉમાશંકર જોષીએ કહ્યું, “ક્ષિતિજની પેલે પાર.” આપણે પણ એવા એક રહસ્યમાં ઊતરીએ છીએ. એ રહસ્યમાં ઊતરતા પહેલાં કેટલીક બાબતો અત્યંત સ્પષ્ટપણે સમજી લેવી જરૂરી છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org