________________
૩૦૬
પ્રવચન ક્રમાંક - ૨૭, ગાથા ક્રમાંક - ૨૭ શાસ્ત્રો છે, પરંતુ ખૂબી એ છે કે મૂળ પુરુષોએ શાસ્ત્રો લખ્યાં નથી, પણ તેઓ બોલ્યાં છે. તેમણે માત્ર કહ્યું છે. તેમને શાસ્ત્રો લખવાનો વિચાર ન હતો, તેઓ બોલ્યાં પછી તેમની પાસે રહીને તેમનાં શબ્દોને ગુંથવાનું કામ પાછળની વ્યક્તિઓએ કર્યું છે. એ ગૂંથનાર જો ભૂલ કરે તો સમજવામાં ભૂલ થાય. તીર્થકરોએ શાસ્ત્રો લખ્યાં નથી. આ અજીતનાથનું શાસ્ત્ર કે આ શાંતિનાથનું શાસ્ત્ર કે આ મહાવીર સ્વામીનું શાસ્ત્ર, એવું નથી. તેઓ ફક્ત બોલ્યાં જ છે, પરંતુ તે રચવાનું કામ સાક્ષરો, પંડિતો અને વિદ્વાનોએ કર્યું. તેમાં ભૂલ ક્યાં થાય? શાસ્ત્ર લખનાર વ્યક્તિ એટલી બુદ્ધિમાન હોય પણ અંતરમાં આંતરિક શુદ્ધિ ન હોય તો શાસ્ત્રોનાં શબ્દો ગૂંથવામાં ભૂલ થાય. આંતરિક શુદ્ધિ સાથે પરમ બુદ્ધિ જોઈએ. - પરમ બુદ્ધિ અને આંતરિક શુદ્ધિ જેનામાં હોય તેને કહેવાય છે ગણધર. ગણધર એક અવસ્થા છે તેઓને તીવ્ર બુદ્ધિ પણ છે અને સાથે પરમ શુદ્ધિ પણ છે. તેમને ત્રણ શબ્દો મળ્યાં છે. '૩૫ર્નવા, વિમેવા અને ગુરુવા.” આ ત્રણ જ શબ્દો ઉપરથી ચૌદપૂર્વની રચના કરવી એ અપ્રતિમ બુદ્ધિમત્તાનું કામ છે. સામાન્ય વ્યક્તિથી શક્ય નથી. (૧) ઉત્પન્ન થાય છે, (૨) નાશ થાય છે અને (૩) કાયમ રહે છે, આ ત્રણે શબ્દો ઉપરથી ગણધરો માત્ર ૪૮ મિનિટમાં ચૌદ પૂર્વની રચના કરે છે. સાંભળતાં આપણને શ્વાસ ચડે. માત્ર અડતાલીશ મિનિટમાં જ આટલી રચના કઈ રીતે થાય? તેઓને પરમ બુદ્ધિ છે, તેઓ બીજબુદ્ધિનાં ધણી છે. પરમ બુદ્ધિ અને પરમ શુદ્ધિનો સુમેળ તેમનામાં થયો છે. શુદ્ધ બુદ્ધિને ઋતંભરા પ્રજ્ઞા કહે છે. શ્વત એટલે સત્ય. ઋતને એટલે સત્યને ધારણ કરનારી પ્રજ્ઞા તે ઋતંભરા પ્રજ્ઞા. જેમ મા ગર્ભને ધારણ કરી શકે તેમ જે સત્યને, પરમ સત્યને ધારણ કરી શકે તેવી બુદ્ધિ-તે પ્રજ્ઞા. બુદ્ધિમાં સત્ય ધારણ નહિ થાય પણ તે માટે પ્રજ્ઞા જ જોઈશે, અને એ પ્રજ્ઞા સિવાય સત્ય ધારણ નહિ થાય.
એવું પણ બને કે ઋતંભરા પ્રજ્ઞા જેમને પ્રાપ્ત થઈ હોય તે તમારી દૃષ્ટિએ નિરક્ષર પણ હોય અને કદાચ પ્રાથમિક શાળામાં ગયા પણ ન હોય, અક્ષર લખતાં કે વાંચતાં પણ ન આવડતો હોય. કબીરે કહ્યું કે, “કાગળ મસિ છુઓ નાહિ', એટલે હું તો કાગળ કે શાહીને અડ્યો પણ નથી. કબીરજી કહે છે કે “હું બોલ્યો તે કોઈનું સાંભળીને બોલ્યો નથી, પરંતુ અંદરથી અને આંખેથી જે જોયું તે કહ્યું, અનુભવમાં જે આવ્યું તે કહ્યું. પ્રગટ જે થયું અને સાક્ષાત્કાર જેનો થયો તે કહ્યું. આમાં મારું કંઈ નથી.” , અનુભવ થવો કઠિન છે, પણ પોતાના અનુભવને તટસ્થપણે કહેવો અતિ કઠિન છે. આંતરિક અનુભવ કઠિન છે પણ બીજાને કહેવા અને નિર્ભેળ-કંઈપણ ઉમેર્યા સિવાય કહેવું તે અતિ કઠિન છે, અને તેવો અનુભવ જેમને થયો છે તે બોલ્યાં છે અને શાસ્ત્રો રચાયાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org