________________
આત્મસિદ્ધિશાસ્ત્ર પ્રવચનમાળા
પ્રવચન ક્રમાંક
ગાથા ક્રમાંક ४
ક્રિયાજડ કોને કહેવાય ?
-
૫
Jain Education International
બાહ્ય ક્રિયામાં રાચતાં, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગનિષેધતા, તેહ ક્રિયાજડ આંઈ. (૪)
ટીકા :બાહ્ય ક્રિયામાં જ માત્ર રાચી રહ્યા છે, અંતર કંઈ ભેદાયું નથી, અને જ્ઞાન માર્ગનિષેધ્યા કરે છે, તે અહીં ક્રિયાજડ કહ્યા છે.
૩૫
સાધક જીવનની અને સાધનાના જગતની સૌથી મોટી સમસ્યાઓના ઉકેલ અહીં આત્મસિદ્ધિમાં મૂક્યાં છે. બંધ અને મોક્ષ, જ્ઞાન અને ક્રિયા, નિશ્ચય અને વ્યવહાર, નિમિત્ત અને ઉપાદાન, ગુરુ અને શિષ્ય, મતાર્થી અને આત્માર્થી, જિજ્ઞાસુ અને સાધક વિગેરેનું સ્પષ્ટ વિવેચન અને વર્ણન પરમકૃપાળુ દેવે આત્મસિદ્ધિશાસ્ત્રમાં કરેલ છે. આત્મસિદ્ધિનું વાંચન આપણે વારંવાર કરીએ છીએ તે માટે જ્ઞાની પુરુષો આપણને ધન્યવાદ આપે છે, પણ જ્ઞાનીઓને પૂછવું છે કે મર્મ કાંઈ સમજ્યા ? ગૂઢ રહસ્ય ધ્યાનમાં આવ્યું ? જીવનના પ્રશ્નો ઉકેલાયા ?
આત્મસિદ્ધિના અંતમાં શિષ્ય ગુરુદેવને કહે છે, ‘પ્રભુ ! આપે જે વર્ણન કર્યું તેથી મારા અંતરમાં સમાધાન થયું.’ વેદાંતમાં ષસંપત્તિનું વર્ણન આવે છે. શમ, દમ, તિતિક્ષા, શ્રદ્ધા ઉપતિ અને સમાધાન. તેમાં સમાધાન છેલ્લુ સૂત્ર છે. જેના ચિત્તમાં ટેન્શન નથી, જેના ચિત્તમાં ખેંચતાણ નથી, જેના ચિત્તમાં તર્ક વિતર્ક નથી, જેના ચિત્તમાં વાદ વિવાદ નથી, જેના ચિત્તમાં શંકા નથી, સંદેહ નથી, મૂંઝવણ નથી, જેના ચિત્તમાં વિપરીત ભાવ નથી તેને કહેવાય છે સમાધાન. વ્યવહારમાં ઝઘડો ચાલતો હોય અને સમાધાન થાય એનો પણ આલ્હાદ મોઢા પર દેખાય છે તો આધ્યાત્મિક સમાધાન થાય તેનો આનંદ મોઢા ઉપર દેખાય નહિ ? જ્ઞાની પુરુષ કહે છે કે વ્યવહારના સમાધાન તો ઘણાં થયાં પણ આધ્યાત્મિક સાધનામાં જે તારી મૂંઝવણ છે તેનું સમાધાન થયું ? જે દિવસે એ સમાધાન થશે, તે દિવસ
For Personal & Private Use Only
www.jainelibrary.org